મુંબઈ પોલીસે ઈમિગ્રેશન અધિકારીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં આધેડ સામે કેસ નોંધ્યો
Pune, તા.૧૭
ઘણી વાર આપણે કરેલી ભૂલ આપણે ન જ ભારી પડી જતી હોય છે. મુંબઈ એરપોર્ટ પર પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. જો કે, આવું કરવાનું તેમને ખરેખર ભારી પડી ગયું છે. ઈમિગ્રેશન અધિકારીઓ તપાસ કરતા પાસપોર્ટના પાના ગાયબ હોવાથી આધેડની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો.ઘટનાની વિગતો એવી છે કે, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ એક આધેડ વયના વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, તેમણે ઇરાદાપૂર્વક પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. આનું કારણ તેમની બેંગકોક યાત્રા હોવાનું કહેવાય છે. મામલો સામે આવ્યા બાદ ઇમિગ્રેશન અધિકારીઓએ આરોપી સામે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દાખલ કરીને પરિવારને જાણ કરવામાં આવી છે.મીડિયા રિપોટ્ર્સ અનુસાર પુણેમાં રહેતા ૫૧ વર્ષીય સામે મુંબઈ પોલીસે ઈમિગ્રેશન અધિકારીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં કેસ નોંધાયો છે. ઇમિગ્રેશન અધિકારી રાજીવ રંજન કુમારે જણાવ્યું હતું કે, મુસાફર કાઉન્ટર પર આવ્યો ત્યારે ઘણી અનિયમિતતાઓ જોવા મળી હતી. પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બતાવતાં જાણવા મળ્યું હતું કે, મુસાફર ઇન્ડોનેશિયાથી વિયેતનામ થઈને પાછો ફર્યો હતો.અધિકારીઓએ મુસાફરની વધુ પૂછપરછ કરતા તેણે પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યાની કબૂલાત કરી હતી. આધેડે લગભગ એક વર્ષ પહેલા બેંગકોકની પોતાની યાત્રા પરિવારથી છુપાવવા માટે આવું કર્યું હતું. આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૮(૪) અને પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૪માં પણ મુંબઈ એરપોર્ટ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ૨૫ વર્ષીય ફેશન મર્ચેન્ડાઇઝિંગ સ્ટુડન્ટને સિંગાપોર જતી ફ્લાઇટમાં ચઢતી વખતે મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. તેના પાસપોર્ટમાંથી ચાર પાના ગાયબ હતા. તેણે થાઇલેન્ડની પોતાની યાત્રા છુપાવવા માટે આ કાંડ કર્યો હતો. ત્યારબાદ યુવતી સામે છેતરપિંડી અને પાસપોર્ટ કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો.