Ahmedabad,તા.29
આજે IPL માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સને ચેલેન્જ કરશે. મુંબઈ માટે કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી કરવી મહત્વપૂર્ણ રહેશે, જે એક મેચના પ્રતિબંધને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો.
હાર્દિકની વાપસી ટીમને જરૂરી સંતુલન પ્રદાન કરશે. મુંબઈ અને ગુજરાત બંને ટીમો વર્તમાન સિઝનમાં પોતાની પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ સુપર કિંગ્સ સામે આઈપીએલ સિઝનની શરૂઆતની મેચમાં હારની તેમની લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને તોડી શકી નથી.
ચેન્નાઈએ આ મેચ ચાર વિકેટે સરળતાથી જીતી લીધી હતી. બીજી તરફ ગુજરાત પંજાબ સામે હાઈ સ્કોરિંગ મેચ 11 રને હારી ગયું હતું. ખઈં એ પ્રથમ અને બીજી મેચો વચ્ચે લગભગ એક અઠવાડિયાના અંતરાલ દરમિયાન રિલાયન્સની જામનગર સુવિધામાં થોડા દિવસો ગાળ્યા હતા. આરામની સાથે સાથે, ટીમે પરસ્પર સમજણ વધારવાની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
મુંબઈ ઈન્ડિયન્સ તેની શાનદાર બેટિંગ લાઈન આપવાને કારણે શરૂઆતથી જ આઈપીએલમાં મજબૂત ટીમ માનવામાં આવે છે. પરંતુ, હાલમાં ટીમના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ છે.
સૂર્યકુમાર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા માટે સારી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. હાર્દિકની વાપસી ચોક્કસપણે ટીમની બેટિંગમાં ઉંડાણ વધારશે, જ્યારે જરૂર પડશે તો તે નવા બોલથી બોલિંગ આક્રમણ પણ શરૂ કરી શકશે.
મુંબઈની બીજી સમસ્યા વિકેટકીપર બેટ્સમેનની છે. ટીમ રેયાન રિકલ્ટન પર ખૂબ નિર્ભર છે કારણ કે રોબિન મિન્ઝને આ સ્તરે ક્રિકેટનો વધુ અનુભવ નથી.