Washington, તા.28
અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ મુદ્ે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જીવતદાન આપ્યા બાદ હવે અમેરિકી કંપનીઓ તેને ખરીદવા માટે તૈયારી કરી રહી છે તેમાં અત્યાર સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેલી માઇક્રોસોફટ પણ ટીકટોક ખરીદવા માટે મેદાનમાં આવતા જ સ્પર્ધા થશે તેવા સંકેત છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પુષ્ટિ કરી છે કે, માઇક્રોસોફ્ટ ટીકટોક ખરીદી શકે છે પરંતુ તેમણે વધુ અમેરિકન કંપનીઓને બોલી લગાવવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ટીકટોકમાં અમેરિકાનો ઘણો રસ છે. ખાસ કરીને આપણે હજારો લોકોની નોકરી બચાવી શકીએ છીએ. પરંતુ ચીનને સ્વીકાર કરતાં નથી.
આપણે ચીનનો ભાગ બનવા માંગતા નથી. મને બીઝનેસમાં સ્પર્ધા ગમે છે અને તેથી જ ટીકટોક માટે મોટું બીડીંગ થાય તે જરુરી છે અને તેમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ થવી જોઇએ તો જ સારો સોદો બનશે. ટ્રમ્પના વિધાનના બદલે હવે માઇક્રોસોફટ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ટીકટોક ખરીદવા માટે બોલી લગાવે તેવી શક્યતા છે.