New Delhi તા.11
અત્રે આનંદ વિહારમાં અડધી રાત્રે ઝુપડપટીમાં આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આગના આ બનાવની મધરાત્રે 2-22 વાગ્યે જાણ થતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના આ બનાવમાં જીવતા ભડથુ થઈ જનારા યુપીના ઓરૈયાના રહેવાસી હતા. આગના બનાવનું કારણ જાહેર નથી થયું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.