New Delhi તા.1
નાણામંત્રી નિર્મલા સીતારામને આમ બજેટ રજૂ કરીને આમ જનને રાહત આપી છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામને સતત આઠમી વાર બજેટ રજુ કર્યુ હતું. આ બજેટને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવકારીને જણાવ્યું હતું કે બજેટ આત્મનિર્ભર ભારતનો રોડ મેપ છે.
બિહારને જે મળ્યું તેનું તે હકદાર છે: રાજીવ પ્રતાપ
કેન્દ્રીય બજેટ 2025ને લઈને ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રેડીએ કહ્યું હતું કે 2015 બાદના પેકેજ બાદ આ એક નવો પ્રસ્તાવ છે જે બિહાર માટે આવ્યો છે પછી તે વિમાનમથક હોય, આઈટીઆઈ હોય કે શિક્ષણ હોય.
બિહારના લોકો વિચારતા હશે દર વર્ષે ચૂંટણી આવે: ચતુર્વેદી
શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ મધ્યમ વર્ગની જીત છે કારણ કે તેમણે ભાજપને લોકસભા ચૂંટણીમાં 240 સીટમાં સીમિત કરી દીધુ હતું. આજે તેમની વાત સાંભળવામાં આવી છે. બિહાર વિચારતુ હશે કે અહીં દર વર્ષે ચૂંટણી થવી જોઈએ!
બજેટ ગરીબ મધ્યમ વર્ગ માટેનું: રવિ કિશન
ભાજપા સાંસદ રવિકિશને કહ્યું હતું કે આ બજેટ ગરીબ મધ્યમ વર્ગ અને બદાને માટે અદભૂત છે.