એમના પડકારોએ મને બગાડી નાખી છે : Samantha

Share:

સમંથાએ ઘણા લાંબા સમયથી તમિલ ફિલ્મોમાં કામ કર્યું નથી, છેલ્લે તેણે કન્નડા ફિલ્મ ‘કાથુવાકુલા રેંડુ’માં વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું

Mumbai, તા.૩૦

સમંથા રુથ પ્રભુ હાલ એકથી વધારે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સાથે તે એક્ટિંગ અને પ્રોડ્યુસરની જવાબદારીઓ વચ્ચે પણ તાલમેલ જાળવી રહી છે. સાથે તે ચેન્નઈ પિકલબોલ ટીમની પણ માલિક છે. આ ટીમ પણ વર્લ્ડ પિકલબોલ લીગમાં ભાગ લઈ રહી છે. છતાં તે શાંતિપૂર્વક આ જવાબદારીઓ નીભાવી રહી છે. તાજેતરમાં તે તેની ટીમની જર્સી લોંચ ઇવેન્ટમાં ચેન્નઈની સત્યભામા યુનિવર્સિટીમાં હાજર રહી હતી. ત્યારે તેણે આ ટીમ ખરીદવા અંગે પણ વાત કરી હતી. સાથે તેણે રાજ એન્ડ ડીકે સાથે ‘ધ ફેમિલી મૅન ૨’ અને ‘સિટાડેલ-હની બની’ પછી હવે ‘રખ્તબ્રમાંડ’માં પણ કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. સમંથાએ ઘણા લાંબા સમયથી તમિલ ફિલ્મોમાં કામ કર્યું નથી, છેલ્લે તેણે કન્નડા ફિલ્મ ‘કાથુવાકુલા રેંડુ’માં વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું. આ અંગે સમંથાએ કહ્યું, “સાચી વાત. મને સમજાયું છે કે એકથી વધુ ફિલ્મમાં કામ કરવાનું સહેલું છે. પરંતુ આજે હું મારા જીવનના એવા તબક્કામાં છું, કે દરેક ફિલ્મ છેલ્લી ફિલ્મ હોય એવું જ લાગે છે. જો હું ફિલ્મમાં ૧૦૦ ટકા ન માનતી હોય તો હું એ કરી જ શકતી નથી. તેથી હું રાહ જોઉં છું. મારી વાત માનો, કોઈનાથી પણ વધારે રાહ જોઉં છું. હું એ અદ્દભુત ક્ષણની રાહ જોઉઁ છું. હું કોઈને નિઃરાશ કરવા માગતી નથી કે હું ખોટી પસંદગીનો પસ્તાવો કરવા માગતી નથી.” જ્યારે રાજ એન્ડ ડિકે સાથે કામ કરવાના અનુભવ અંગે તેમજ હવે ત્રીજી વખત રક્ત બ્રહ્માંડમાં વધુ એક વખત તેમની સાથે કામ કરવા અંગે સમંથાએ કહ્યું, “મને લાગે છે કે ફેમિલી મેનમાં હું કશુંક એવું કરી શકી કે જે મેં પહેલાં ક્યારેય કર્યું નહોતું. ફરી સિટાડેલ હની બનીમાં, મેં ફરી કશુંક એવું કર્યું જે મેં પહેલાં કર્યું નહોતું. ફરી રક્ત બ્રહ્માંડમાં મારી સામે વધુ પડકારો છે. રાજ અને ડીકેએ મને સારા કારણથી બગાડી નાખી છે. એમણે જ મને વધુ અને વધુ પડકારોનો સામનો કરવા પ્રેરિત કરી છે. હું દરરોજ કામ પર જાઉં છું ત્યારે એક કલાકાર તરીકે મને બહુ સંતોષ થાય છે. હું દુનિયાને કશુંક વધારે આપી શકું છું. જો મને રોજ એવો અનુભવ ન થાય તો મને કામ પર જવાનું મન થતું નથી.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *