તેના પિતા તરફથી મળેલી ભેટને કારણે તે વિશ્વના અબજોપતિઓમાંની એક બની ગઈ છે
New Delhi,તા.૨૮
આજકાલ જે મહિલાની ચર્ચા થઈ રહી છે તેણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ મહિલાને તેના પિતા તરફથી એવી ભેટ મળી કે તેણે ઇતિહાસ રચી દીધો. તેના પિતા તરફથી મળેલી ભેટને કારણે તે વિશ્વના અબજોપતિઓમાંની એક બની ગઈ છે. ભારતના અબજોપતિઓની યાદીમાં પણ તેમણે ત્રીજું સ્થાન મેળવ્યું છે. અને હવે તેને વિશ્વની ૫ સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫ માં પહેલી વાર કોઈ ભારતીય મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ભારતની એકમાત્ર મહિલા જેમને વિશ્વભરની અબજોપતિ મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫ ની તાજેતરની યાદીમાં અબજોપતિઓની યાદીમાં ઘણી ઉથલપાથલ જોવા મળી જેમાં ભારતના મુકેશ અંબાણી ટોચના ૧૦ લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ એચસીએલના રોશની નાદરનું છે.એચસીએલના હેડ રોશની નાદરે વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલાઓમાં સ્થાન મેળવ્યું છે. ૩.૫ લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે રોશની વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલા બની ગઈ છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
રોશની નાદર ટેક કંપની ૐઝ્રન્ના સ્થાપક શિવ નાદરની એકમાત્ર પુત્રી છે. તાજેતરમાં જ શિવ નાદરે એચસીએલમાં તેમનો ૪૭% હિસ્સો તેમની પુત્રી રોશની નાદરને ટ્રાન્સફર કર્યો હતો જેના કારણે રોશનીની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો. અને તે આ સાથે જ ઇન્ડિયાની ૩ જી ધનિક વ્યક્તિ તે બની ગઈ છે. આ ટ્રાન્સફર ૬ માર્ચ ૨૦૨૫ ના રોજ ગિફ્ટ ડીડ દ્વારા થયું હતું.
પિતા પાસેથી વારસામાં જવાબદારી મળ્યા પછી રોશની નાદર મલ્હોત્રા એચસીએલ ટેક્નોલોજીસ અને એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સમાં સૌથી મોટી શેરહોલ્ડર બની ગઈ છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછીથી જ પિતાની કંપનીનું સંચાલન કરી રહેલી રોશની ૨૦૦૯માં એચસીએલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ બન્યા અને ૨૦૨૦માં તેઓ એચસીએલ ટેક્નોલોજીસના ચેરપર્સન બન્યા.
શિવ નાદરની એકમાત્ર પુત્રી રોશનીએ ખૂબ જ નાની ઉંમરે એચસીએલ ફાઉન્ડેશનનો હવાલો સંભાળ્યો. બાદમાં તે એચસીએલ ટેકનોલોજીના અધ્યક્ષ બન્યા. નાની ઉંમરે જ મોટી ઊંચાઈ હાંસલ કરનાર રોશનીનો ફોર્બ્સની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના પિતા શિવ નાદરના પગલે ચાલીને રોશનીએ પોતાની કુશળતા સાબિત કરી છે અને કંપનીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
શિવ નાદરે ૧૯૭૬માં એચસીએલ ટેક્નોલોજીસની સ્થાપના કરી હતી. રોશની ખૂબ જ નાની ઉંમરે તેના પિતાની કંપનીમાં જોડાઈ હતી અને તેના પિતાની દેખરેખ હેઠળ બધું કામ શીખી ગઈ હતી અને ખૂબ જ નાની ઉંમરે સીઇઓ બની ગઈ હતી. તે ૨૭ વર્ષની ઉંમરે બોર્ડમાં જોડાઈ હતી. તેણે તેમના પિતાની દેખરેખ હેઠળ વ્યવસાય શીખી અને પછી તેમના પગલે ચાલીને એચસીએલને ખૂબ ઊંચાઈઓ પર પહોંચાડ્યું. હુરુન લિસ્ટ ૨૦૨૫ મુજબ રોશની નાદર પાસે ૩.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ ૨૦૦૯ માં રોશનીએ શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. તેમના પતિ એચસીએલ હેલ્થના વાઇસ-ચેરમેન છે