પૂજન, મહાઆરતી,અન્નકૂટ, મહાપ્રસાદ અને શ્રદ્ધાંજલિ સહિત ના કાર્યક્રમો યોજાયા.
બોહળી સંખ્યામાં ભૂદેવ એ ભેગા મળી પહેલગામ માં આંતકવાદીઓ હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ પ્રવાસીઓ ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી.
Kodinar તા.30
કોડીનાર શહેર મા દર વર્ષે વિષ્ણુ ભગવાન નો છઠ્ઠો અવતાર શ્રી પરશુરામ ભગવાન નો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. પરંતુ આ વખતે તાજેતર મા કાશ્મીર ના પહેલગામ માં આંતકવાદીઓ દ્રારા નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરતા 26 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઈજાઓ પામેલ છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા શોક વ્યક્ત કરી મૃતકોને શાંતિ પાઠ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને
ઉજવણી માં શોભાયાત્રા, ડીજે, ફટાકડા વગેરે ના કાર્યક્રમ બંધ રાખી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ મહેતા અને શહેર બ્રહ્મ સમાજ પ્રમુખ બીપીનભાઈ જાની ની અધ્યક્ષતામાં અહીંની બ્રહ્મપુરી ભગવાન પરશુરામજી ની પૂજા અર્ચના, મહા આરતી તેમજ અન્નકૂટ આરતી પૂજા બાદ પહેલગાવમાં મૃત્યુ પામેલ પ્રવાસીઓને બે મિનિટ મૌન પાળી શાંતિપાઠ કરી શ્રધાંજલિ અર્પણ કરી સૌ બ્રહ્મ બંધુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગુજરાત બ્રહ્મ સમાજ અગ્રણી છેલભાઈ જોશી, જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષારભાઈ પંડ્યા, કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠલાણી, શિવસેના પ્રમુખ રાજુભાઈ બાંભણિયા, સહકારી અગ્રણી ચંદુભાઈ આશર, અરવિંદભાઈ સૂચક હિન્દુ સમાજના અનેક આગેવાનો સહિત સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકા અને શહેરની કમિટી, યુવા બ્રહ્મ સમાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.