Junagadh,તા.22
વંથલી પંથકમાં રહેતી એક બાળકીને ભાગ આપવાનું કહીને એક નરાધમ યુવકે બાળકી ઉપર દુષ્કર્મ આચયુર્ં હતું. જેનો કેસ ચાલી જતા વંથલી સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની અને 10 હજારનો દંડ અને ભોગ બનનારને 10 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બાળકીને અક્ષય ઉર્ફે રાકેશ રાજુ સોલંકીએ ભાગ અપાવવાની લાલચ આપી ઘરે લઈ ગયો હતો. ત્યારે બીજા ત્રણ બાળકો હતા તેમાંથી એક બાળક જતો રહ્યો હતો. ટીવી જોતા જોતા બાળકી ઉંઘી ગઈ હતી. તેના ઉપર નરાધમ અક્ષય ઉર્ફે રાકેશ સોલંકીએ દુષ્કર્મ આચયુર્ં હતું. બાળકી તુરત જાગી ઘરે જતી રહી હતી.
જયાં તેના પિતાને વાત કરી હતી. બાળકીના પિતાએ અક્ષયને પકડી પોલીસ સ્ટેશને લઈ જઈ ફરીયાદ નોંધાવી હતી. જેનુ ચાર્જસીટ તૈયાર થતા વંથલી કોર્ટના પાંચમા એડીશ્નલ સેશન્સ જજ એન.આર. જૈને બન્ને પક્ષોની દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, મૌખીક પુરાવાઓને ધ્યાને લઈને અક્ષય ઉર્ફે રાકેશ રાજુ સોલંકીને તકસીરવાન ઠેરાવી 20 વર્ષની સખ્ત કેદ 10 હજારનો દંડ તેમજ ભોગ બનનારને 10 લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.