Srinagar,તા.22
જમ્મુ-કાશ્મીરમાં એક તરફ ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે હજારો યાત્રીકો ફસાયા છે અને તેમને સલામત બહાર લાવવાની પ્રક્રિયા ચાલુ છે તે સમયે જ ત્રાસવાદીઓએ પહેલગાવમાં ત્રાસવાદીઓના એક જૂથ પર હુમલો કરતા ઓછામાં ઓછા બે પ્રવાસીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ હુમલો અચાનક જ બેઈસરન ઘાટી નજીકથી કરવામાં આવ્યો હતો. જો કે અહી તૈનાત સુરક્ષાદળોએ તુર્તજ વળતો જવાબ આપીને આતંકીઓને નાસી જવા મજબૂર કર્યા છે અને તેમને શોધવા માટે મોટુ ઓપરેશન શરુ કરાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બે થી વધુ પ્રવાસીઓ પણ ઘાયલ થયા હોઈ શકે છે. પરંતુ હજુ કોઈના મૃત્યુના ખબર નથી અને આ અંગે સુરક્ષાદળોએ અન્ય તમામ સ્થળોએ પણ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.