Ahmedabad,તા.23
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાના પગલે દેશભરની સાથે ગુજરાત રાજયમાં ઘેરા પડઘા પડયા છે. હાઈ એલર્ટનાં પગલે ગુજરાત-સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, સહિતનાં મંદિરોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
સાથોસાથ ક્રાઈમ બ્રાંચ, એટીએસ લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની સ્થાનિક પોલીસ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે.
કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) સ્વીકારી લીધી છે. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. જેને શોધવા માટે એજન્સીઓએ એડીચોટીનું જોર લગાવી રહી છે. આતંકી હુમલા બાદ દેશની શાંતિ ખોરવાય તેવી ઇન્ટેલિજન્સ બ્યુરોને આશંકા છે.
સોમનાથ-અંબાજી સહિતનાં ધાર્મિક સ્થળોએ કડક સુરક્ષા આ ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતનાં ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તહેનાત કરી દેવાઇ છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે.
અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે.
ક્વિક રીસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઇ અનિચ્છની બનાવ બને માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.