Rajkot , તા. 23
રાજયમાં ફરી ગરમીનું મોજુ છવાઇ ગયું છે અને ગઇકાલે 10 સ્થળોએ તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયુ હતું. જેમાં સૌથી વધુ રાજકોટ ખાતે 43 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી અનુભવાઇ હતી.
જયારે સુરતમાં 40.4, અમદાવાદમાં 41.9, અમરેલીમાં 42.5, વડોદરામાં 41.4, ભાવનગરમાં 40, ભુજમાં 42.1 ડિગ્રી તેમજ ડિસામાં 41.7, ગાંધીનગરમાં 41.8, કંડલામાં 41.3 અને નલિયામાં 39.6 ડિગ્રી, મહતમ તાપમાન નોંધાયુ હતું.
તથા જામનગર શહેરમા મહતમ તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે પારો 39.8 ડિગ્રી પહોંચ્યો હતો.જ્યારે લઘુતમ તાપમાન સતત ત્રીજા દિવસે પણ 24 ડિગ્રી રહ્યો હતો.અને વાતાવરણમા ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 6.8 કિમિ રહી હતી.શહેરમાં સવાર સાંજ ઠડક અને બપોર ના સમયે સૂર્યનારાયણ નો આકરો તાપ સને ગરમીથી શહેરીજનો અકળાયા હતા.
જયારે ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર વધ્યું હતું. મંગળવારે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન વધીને 40.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 17% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.