Mumbai,તા.5
અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા ઈન્ડસ્ટ્રીના ફેમસ અને લવલી કપલ્સમાંથી એક હતા. તેમના ડેટિંગના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. તમન્ના અને વિજય એને ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા, લગ્નની વાતો પણ થઈ હતી. પરંતુ હવે સમાચાર છે કે તમન્ના અને વિજયનું બ્રેકઅપ થઈ ગયું છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે થોડા સમય પહેલા સુધી બંને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરતા જોવા મળતા હતા. પરંતુ એક સ્ત્રોતને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ’તમન્ના અને વિજય થોડા અઠવાડિયા પહેલા કપલ તરીકે અલગ થઈ ગયા હતા.
પરંતુ તેઓ સારા મિત્રો રહેશે. બંને પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે અને મહેનત પણ કરી રહ્યા છે. જો કે બંનેએ આ મામલે હજુ સુધી કંઈ કહ્યું નથી. ઉલ્લેખનીય છે કે તમન્ના ભાટિયા હાલમાં જ પ્રયાગરાજ મહાકુંભ અને અન્ય કેટલાક ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ગઈ હતી. આ દરમિયાન તે એકલી જોવા મળી હતી.