Talala:મગફળી ખરીદી મુદ્દતમાંં હવે ચાર દિવસ જ બાકી તાલાલા તાલુકાના ૪૩૮ ખેડૂતો ખરીદીથી વંચિત

Share:

Talalaતા.03

તાલાલા પંથકના ૪૫ ગામોના નોંધાયેલા ૨૭૫૬ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. એમાંથી ૨૩૨૦ ખેડૂતોની મગફળી સરકારે ખરીદી લીધી છે. મગફળી ખરીદીની અંતિમ તારીખ ૭મી ફેબુ્રઆરી નજીકમાં જ આવી રહી છે આમ છતાં નોંધાયેલા ખેડૂતો પૈકી ૪૩૮ ખેડૂતોની મગફળી ખરીદી બાકી રહી હોવાથી ખરીદીની મુદ્દત વધારી દેવા કૃષિમંત્રી અને સંબંધિતોને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

      તાલાલા પંથકના ૪૫ ગામના મગફળી ઉત્પાદક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહી છે.ગોડાઉનમા જગ્યાના અભાવે તથા બારદાન ની અછત ને કારણે મગફળી ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અનેક ખેડૂતો ખરીદીમાં બાકી રહી જાય એમ છે.  માર્કેટીંગ યાર્ડ ચેરમેન સંજયભાઈ શિંગાળા,કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે તાલાલા પંથકના ૪૫ ગામના મગફળીના ઉત્પાદક ખેડૂતો પાસેથી તા.૧૧/૧૧/૨૦૨૪ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૃ થઈ હતી.તાલાલા પંથકના ૨૭૫૬ ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી આપવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ  છે. જેના અંતર્ગત ૨૩૨૦ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી થઈ ચૂકી છે.ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની અંતિમ તા.૦૭ ફબુ્રઆરી હોવાથી  માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે .

અત્યારે ગોડાઉનમાં જગ્યા નો અભાવ અને મગફળીના બારદાનના અપૂરતા જથ્થાને કારણે ખરીદીની પ્રક્રિયા ધીમી ચાલે છે.હજી પણ અંદાજે ૪૩૮ જેટલા ખેડૂતોની મગફળી ખરીદી કરવાની બાકી છે.ધીમીગતિને કારણે મગફળીની બાકી રહેતા ખેડૂતોની ખરીદી ચાર દિવસમાં થઈ શકે તેમ નથી .તાલાલા પંથકના એક પણ ખેડૂત વેંચાણથી  વંચિત રહે નહીં માટે ખરીદી મુદતમાં વધારો કરી  ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે ઘટતું કરવા માંગણી કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *