Jammu and Kashmir ના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ ઠાર
Srinagar, તા. 19જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ગુરૂવારે સવારે સેના અને પોલીસને આ વિસ્તારમાં 4-5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. […]