ગાંધીનગર ખાતેથી ‘New Cottage and Village Industries Policy-2024’નું વિમોચન

Gandhinagar,તા.૨૭ કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નું વિમોચન-  જાહેરાત કરવામાં આવી છે. મંત્રી રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં […]

Girnar ફરતેનો જંગલ વિસ્તાર ૧૧ ટકા ઘટ્યો

Gandhinagar, તા.૨૬ સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા ૨૦ વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં ૧૧ ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઈઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા ૨૦ વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી […]

Developer Society Association બનાવવા માટે બંધાયેલા છે,તેણે મેઇનટેનન્સ ફંડ પરત આપવું પડે:RERA નો આદેશ

Gandhinagar, તા.26એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) ની બેન્ચે ઠરાવ્યું છે કે ડેવલપર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સોસાયટી એસોસિએશન બનાવવા માટે બંધાયેલા છે અને તેણે ખરીદદારો પાસેથી લીધેલી આજીવન મેન્ટેનન્સ ડિપોઝિટ પરત કરવાની રહેશે.  આમ, રેરા એ સાઉથ બોપલ સ્થિત આરોહી એલિસિયમના ડેવલપરને સહકારી સર્વિસ સોસાયટીની રચના કરીને રૂ.3.62 કરોડની જાળવણી ભંડોળ  […]

Gandhinagar માં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ, આડેધડ લાગતા હોર્ડિંગ્સ પર પ્રતિબંધ, દંડની જોગવાઈ

Gandhinagar,તા.22 ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતાં હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે. હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કૉર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય […]

Land Repurposing : હેતુફેર જંત્રીના 10 ટકા પ્રિમીયમથી થઈ શકશે

Gandhinagar,તા.20મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ બિનખેતી  થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય […]

‘Philavista 2024’નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રારંભ કરાવ્યો

Gandhinagar,તા.૧૯ પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શન – “ફિલાવિસ્ટા-૨૦૨૪”નો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો. દાંડી કુટીર, ગાંધીનગર ખાતે આયોજિત આ બે દિવસીય પ્રદર્શનના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રી મુખ્યમંત્રી તથા આમંત્રિતોએ આ વિશિષ્ટ અને દુર્લભ પોસ્ટલ સ્ટેમ્પ્સના રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રદર્શનની મુલાકાત […]

Police Recruitment ની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર

Gandhinagar, તા. ૧૪ પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં ૨૫ નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર […]

મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ચરિતાર્થ કરતો CM વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar, તા. ૧૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર  જે જમીનોનું વેલ્યુએશન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આવા પરચેઝર્સની અરજીની […]

Gandhinagar ની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી

Gandhinagar ,તા.૧૪ ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી રાંધેજાનાં પ્રેમીએ ઘરે લઈ જઈ શારીરિક સંબંધો બાંધી અશ્લીલ વીડિયો – ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં ગાંધીનગરની પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સત્તા […]

શિયાળો જામતો ન હોવાથી શિયાળુ વાવેતરમાં ઢીલ

Gandhinagar તા.13  નવેમ્બર મહિનાના અર્ધા દિવસો પુરા થવામાં છે.છતાં હજુ શિયાળાની ચમક જોવા મળી નથી પરીણામે કૃષિક્ષેત્રને ફટકો છે. શિયાળુ વાવેતર વેગ પકડી શકતુ નથી. રવિ વાવેતર હજુ 47 ટકા ઓછુ થયુ છે. કલાયમેન્ટ ચેન્જની અસરે અસામાન્ય ઘટનાક્રમ સર્જાય જ રહ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો વખત ચાલેલા ચોમાસા અને પાછોતરા ભારે વરસાદથી પાકને અમુક અંશે નુકશાન […]