BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

Vadodara,તા.04 હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું. […]