Bhavnagar ‘પ્રેમની સજા મોત’ અન્ય જ્ઞાતિમાં પ્રેમ સંબંધ હોવાથી બાપે દિકરીની હત્યા કરી

Bhavnagar,તા.13 પાલિતાણા તાલુકાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી યુવતીને મારમારી યુવતીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધાં અંગેના ચકચારી બનાવ અંગે યુવતીના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ […]

Bhavnagar માં 170 થી વધુ સ્થળોએ કિર્તનની રમઝટ સાથે હોલિકા પ્રાગટય કરાશે

Bhavnagar,તા.13 સમયની વિસંગતતાઓ અને અવઢવ વચ્ચે આવતીકાલ તા.૧૩ માર્ચને ગુરૂવારે ગોહિલવાડમાં ઠેર-ઠેર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળીના મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ અવસરે ભાવનગર શહેરમાં વિવિધ ૧૭૦ થી વધુ સ્થળોએ કર્ણપ્રિય કિર્તનોની રમઝટ સાથે શુભ મુર્હૂતે હોલીકા પ્રાગટય કરાશે. ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી […]

Bhavnagar:શહેરની યુવતીનું અપહરણ કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યું

Bhavnagar,તા.12 શહેરની એક યુવતીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરનારા તથા તેને મદદગારી કરનારા ત્રણ મળી કુલ ચાર શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરની એક યુવતીનું ગત રાત્રિના ૮ કલાકના અરસામાં કારમાં અપહરણ કરી મહિલા કોલેજ […]

Bhavnagar:કાર અને બાઈક અથડાતાં પતિની નજર સામે પત્નીનું મોત

Bhavnagar,તા.12 ઝામરાળા ગામે રહેતા પતિ – પત્ની પુત્રના ઘરેથી પરત ઝામરાળા ગામે હતા હતા ત્યારે રોજિદ ગામ નજીક કરે અડફેટે લેતા બન્નેને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પત્નીનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ તાલુકાના ઝામરાળા ગામે આવેલા મફતપરામાં રહેતા સાદુળભાઈ ભાટવિયા અને પત્ની સુશીલાબેન મોટરસાયક નંબર જીજે ૦૧ પીએ ૦૭૩૭ […]

Palitanaની છ’ગાઉની યાત્રામાં “જય શ્રી આદિનાથ”નો જયઘોષ

Bhavnagar તા.12 ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છ’ગાઉની પરંપરાગત યાત્રા નો વહેલી સવારે પ્રારંભ થયો હતો.. તે પૂર્વે ગઈકાલ તા. 11ના રોજ કચ્છી સમાજ દ્વારા છ’ગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ત્રણેક હજાર યાત્રિકો યાત્રા કરી હતી. આજે સવારે જપ તળેટીથી યાત્રાનો પ્રારંભ થઈ ચંદન તલાવડી ખાતે ધાર્મિક વિધિ પૂર્ણ કરી […]

Bhavnagar :ગ્રામ્ય પંથકમાં 78.6 % પુરૂષો, 21.4 % સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરે છે

Bhavnagar,તા.11 હાલનો જમાનો ડિજિટલ બન્યો છે. શહેરી વિસ્તારમાં નાણાંકીય વ્યવહાર મોટો વર્ગ ઓનલાઇનના માધ્યમથી કરી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં તેનું પરિવર્તન કેટલું થયું છે જે અંગે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના એક વિદ્યાર્થીએ વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું છે જેમાં ૭૮.૬ ટકા પુરૂષો અને ૨૧.૪ ટકા સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી […]

Bhavnagar :પાલિતાણા પંથકની સગીરા સાથે પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

Bhavnagar,તા.11 પાલિતાણા પંથકની ૧૫ વર્ષિય સગીરાના પ્રેમીએ તેમનો પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી સગીરા સાથે આજથી ચાર માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાંની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પાલિતાણા પંથકની એક ૧૫ વર્ષિય સગીરા નિકુંજ મંગાભાઈ વાળા (રહે.ગાધકડા, તા. સાવરકુંડલા, જી.અમરેલી) નામના શખ્સ સાથે પ્રેમમાં હતી. આ […]

Bhavnagarની મેડિકલ કોલેજમાં જુનિયર્સનું અપહરણ કરીને સિનિયર્સે માર માર્યો, ગાંજા માટે ૧ લાખ માંગ્યા

Bhavnagar,તા.૮ શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ૨ જુનિયર ડૉક્ટરોનું તા.૬ માર્ચની રાત્રીના ૧૦.૩૦ કલાકે ૨ સિનિયર ડોકટર, ૪ સાથી ડોકટરો તેમજ ૨ અન્ય લોકોએ અપહરણ કરી શારીરિક અને માનસિક યાતના આપી ૫ કલાક સુધી ઢોર માર મારવાની ઘટના તેમજ માર માર્યો હતો. જેના બાદ ફરી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં લાવી વધુ એક જુનિયર ડોકટરને તેના રૂમમાંથી ઉઠાવી […]

Bhavnagar: છરીની અણીઅ રૂા.75 લાખની લૂંટ ચલાવનાર ત્રણ રીઢા ગુન્હેગારો ઝડપાયા

Bhavnagar, શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂા.૭૫ લાખની રોકડ લઈને બહાર આવેલાં યાર્ડના વેપારીને આંતરી રોકડ ભરેલાં બેગની દિલઘડક લૂંટ ચલાવી નાસી ગયેલાં ત્રણ રીઢા ગુન્હેગારોને પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.ત્રણેયે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડી બહાર આવ્યા ત્યારથી તેનો પીછો કરતા હતા અને રહેણાંકી વિસ્તારમાં આવતાં જ […]

ઠાડચ ગામે 2 મકાનમાંથી રૂા. 3.56 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Bhavnagar,તા.06 પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બે મકાનમાં પાલીતાણા રૂરલ પોલીસે દરોડો પાડી રૂા.૩.૫૬ લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો.જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા .બનાવની વિગત એવી છે કે, પાલીતાણા રૂરલ પોલીસ  ગત મંગળવારે સાંજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઠાડચ ગામમાં રહેતા […]