બાગબાન માટે પહેલી પસંદ અભિનેત્રી Tabu હતી

Share:

Mumbai, તા.૨૮

અહી એક એવી હીરોઈન વિશે વાત થઈ રહી છે જે બોલીવુડ એક્ટ્રેસની સિલ્વર સ્ક્રીન પર અજય દેવગન સાથે જોડી હિટ રહી છે. તેણે પોતાના કરિયરમાં કેટલીય સફળ ફિલ્મો આપી છે. ૩૨ વર્ષની ઉંમરે એક્ટ્રેસને માનો રોલ ઓફર થયો હતો. પણ તેણે ઘસીને ના પાડી દીધી. તે છે તબ્બુ.તબ્બુ બોલીવુડની સફળ હીરોઈનોમાંથી એક છે. છેલ્લા ૩૦ વર્ષોથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણે પોતાના કરિયરમાં લગભગ તમામ હીરો સાથે કામ કર્યું છે. ખાસ કરીને અજય દેવગન સાથે તેની જોડી હિટ રહી છે. તેણે અજય દેવગન સાથે કેટલીય હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાં દ્રશ્યમ, દ્રશ્યમ ૨, હકીકત, ગોલમાલ અગેન, દે દે પ્યાર દે અને અન્ય ફિલ્મો સામેલ છે.વર્ષ ૨૦૦૩માં અમિતાભ બચ્ચનની ફિલ્મ બાગબાન રિલીઝ થઈ હતી. તેમાં બિગ બી સાથે હેમા માલિનીએ જોડી બનાવી હતી. આમ તો ફિલ્મની પહેલી ચોઈસ તબ્બુ હતી. તેને હેમા માલિનીનો રોલ ઓફર થયો હતો. ડાયરેક્ટર રવિ ચોપડાની પત્ની રેણુ ચોપડાએ જણાવ્યું કે, બાગબાન ફિલ્મ તબ્બુને મળી હતી.હાલમાં જ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં રેણુ ચોપડાએ ખુલાસો કર્યો કે, બાગબાન ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પત્નીનું પાત્ર નિભાવવા માટે પહેલી પસંદ તબ્બુ હતી, પણ તે સિલ્વર સ્ક્રીન પર ચાર મોટા છોકરાઓની મા બનવા નહોતી માગતી.રેણુએ જણાવ્યું કે, “અમે તબ્બુને કાસ્ટ કરવાનું વિચાર્યું અને તે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ રડી પડી અને તેને સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી છે. મને લાગ્યું કે, તે આ ફિલ્મ માટે જરૂરથી હા પાડશે. મારી સાથે કોઈ બેઠું હતું અને તેણે કહ્યું કે, જ્યારે તબ્બુ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને રડે છે, તો તે ક્યારેય તે ફિલ્મ કરતી નથીતેણે કહ્યું કે, “મેં તબ્બુને પૂછ્યું કે આપ ફિલ્મ નહીં કરો? તો તેણે કહ્યું કે, તેને કહાની તો ખૂબ પસંદ આવી છે, પણ ચાર બાળકોની માતાનું પાત્ર નહીં ભજવું. મારુ આખું કરિયર હજુ મારી સામે છે. રવિજી મને માફ કરી દો.” વર્ષ ૨૦૦૩માં ફિલ્મ જ્યારે રિલીઝ થઈ, ત્યારે તબ્બુની ઉંમર લગભગ ૩૨ હતી અને તે સમયે અમિતાભ બચ્ચન ૬૧ વર્ષના હતા.રેણુ ચોપડાએ ઈન્ટરવ્યૂ દરમ્યાન એવું પણ કહ્યું કે, રિલીઝ બાદ બાગબાનને શરૂઆતી ચાર દિવસ સુધી દર્શકો મળ્યા નહીં. પણ પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મને રફતાર પકડી અને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો.એક રિપોર્ટ અનુસાર, બાગબાન ફિલ્મે દુનિયાભરમાં ૪૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ પર મૂવી મોટી હિટ સાબિત થઈ હતી. તેમાં મહિમા ચૌધરી, અમન વર્મા, સમીર સોની અને સાહિત ચઢ્ઢા જેવા સ્ટાર મહત્વના પાત્રોમાં હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *