દિપ્તીએ ડિઝાઈનર શોના બકાકો માટે રૅમ્પ વૉક કર્યું હતું, તેણે એક બ્રાઇટ રેડ આઉટફિટ પહેર્યું હતું
Mumbai, તા.૮
લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી જાણીતી થયેલી એક્ટ્રેસ દિપ્તી સધવાનીએ મિલાન ફેશન વીકમાં શો સ્ટોપર તરીકે રૅમ્પ વોક કર્યું હતું. દિપ્તીએ પોતાના ઇન્સ્ટાગ્રમ પર આ ફેશન શોની તસવીરો અને વીડિયો શેર કર્યાં હતાં. દિપ્તીએ ડિઝાઈનર શોના બકાકો માટે રૅમ્પ વૉક કર્યું હતું. તેણે એક બ્રાઇટ રેડ આઉટફિટ પહેર્યું હતું. સાથે તેણે એક મૅચિંગ રેડ બેગ પણ હાથમાં રાખ્યું હતું. રવિવારે યોજાયેલી આ ઇવેન્ટનું આયોજન પાલાઝો વિસ્કોન્ટી ખાતે થયું હતું. દિપ્તીએ આ વખતનો પોતાનો વીડિયો પણ શેર કર્યો હતો. તેણે આ ઇવેન્ટમાં ભાગ લેવાનો પોતાનો ઉત્સાહ અને આભાર વ્યક્ત કર્યા ત્યારે તેની સાથે શોના બકાકો પણ જોડયાં હતાં. આ પોસ્ટ શેર કરતાં દિપ્તીએ લખ્યું હતું, “શોના બરાકો માટે મિલાન ફેશન વીકના શો સ્ટોપર તરીકે વૉક કરવું એ અનુભવ મારા માટે અવર્ણનીય હતો.” સાથે તેણે “ચાઓ ..ચાઓ..” પણ લખ્યું હતું. આ લૂકમાં દિપ્તીના ફૅન્સે વખાણ પણ કર્યા હતા. તેમાં બરાકોએ કમેન્ટ કરીને કહ્યું, “મિલાન પણ તને પ્રેમ કરે છે.” ગયા વર્ષે દિપ્તીએ ૭૭મા કેન્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તે પોતાની ફિલ્મ ‘લી દોક્શીમ એક્ટ’ના પ્રિમીયર માટે હાજર રહી હતી. આ પોસ્ટ શેર કરતાં દિપ્તીએ લખ્યું હતું,“૭૭મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં રેડ કાર્પેટ પર સૌથી લાંબી ટ્રેઇલ સાથેના ગાઉનમાં હાજર રહેવું એ ગૌરવની વાત છે.”તારક મહેતા સિવાય દિપ્તીએ હાસ્ય સમ્રાટ જેવા ટીવી શો અને નઝર હટી દુર્ઘટના ઘટી તેમજ રોક બૅન્ડ પાર્ટી સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેણે હરિયાણા રોડ વે, ટૂટ જાયેં અને લાલા લાલા લોરી જેવા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.