Surendranagar, તા. ર0
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ સમસ્યાઓ જાણવા કોંગ્રેસ સમિતિ સ્નેહ મિલનમાં આયોજન કરાયું હતું. ત્યારે આઝાદીની લડતમાં મહત્વના બનેલ પ્રભાતફેરીના પ્રયોગને અપનાવી શહેરના 1થી 13 વોર્ડમાં ફરી લોકોની સમસ્યા જાણવા અને ઉજાગર કરવા પ્રભાત ફેરી કરાઈ રહી છે. જિલ્લામાં આગામી સમયમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ વિચારમંચ દ્વારા એક સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.
જેમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા મનીષભાઈ, એઆઇસીસીના સચિવ ઋત્વિકભાઈ, નૌષાદભાઈ, જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ સહિતના કોંગ્રેસ આગેવાનોએ લોકો વચ્ચે જઇ તેમના પ્રશ્ર્નો જાણવા દર મહિને કોંગ્રેસ આગેવાન વોર્ડ વિસ્તારમાં જઇ સમસ્યા જાણવા આહ્વાન કરાયું હતું. સુરેન્દ્રનગરમાં રસ્તા, પાણી, ગટર સહિતના પ્રજા પરેશાન છે તે પ્રશ્ર્નો મજબૂત રીતે ઊઠાવવા પ્રયાસ હાથ ધરાયા છે.
શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર, રજનીભાઇ કડ, દેવેન્દ્રભાઇ ઠાકર સહિતના આગેવાનોએ જણાવ્યું કે હાલ જિલ્લાભાં ભ્રષ્ટાચાર, સમસ્યાઓ માઝા મૂકી છે. આથી તેનાથી આઝાદી મેળવવા ફરી લોકો વચ્ચે જઇ તેમની સમસ્યા જાણવા અને જાગૃત કરવા પ્રભાત ફેરી કરાય છે.