Surat:રાંદેર ઉગત કેનાલ સાઇટ પર રેલિંગ બનાવી ન હોવાથી અકસ્માતનો ભય

Share:

Surat,તા.03

સુરતમાંથી પસાર થતી કેનાલને ડેવલપ કરવાની કામગીરી અધૂરી હોવાથી સતત અકસ્માતનો ભય રહેલો છે. કેટલીક જગ્યાએ કેનાલ ની બાજુમાં રેલીંગ પણ બનાવી નથી અને બેરીકેટ કરાયું ન હોવાથી વાહન ચાલકોની સહેજ સરખી ભૂલ મોટો અકસ્માત નો ભોગ બની શકે છે. આવી રીતે ખુલ્લી કેરાલી બાજુમાં બેરીકેટેડ ન કરવામાં આવે તો  મોટો અકસ્માત થાય તેવી શક્યતા ન કરી શકાતી નથી. 

સુરત શહેરમાં હળવા બેઠો ની કામગીરી ચાલી રહી છે ઉગત રોડ પર મેટ્રોની કામગીરીને કારણે  પાલનપુર થી ડી  માર્ટ તરફ જતો રસ્તા પર ડાઈવરઝન કરાયું છે. જોકે તેમ છતાં કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ વાહનો દોડાવી રહ્યા છે જેને કારણે એક વર્ષમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. 

ત્યારે બીજી તરફ ઉગત કેનાલ પર કેટલીક જગ્યાએ કેનાલની બંને તરફ રેલિંગ મૂકવામાં આવી છે પરંતુ હજી પણ કેટલાક ભાગમાં રેલીંગ ની કામગીરી બાકી છે. ઉગત ચાર રસ્તા ઉપર પ્રભુ દર્શન સોસાયટી ની બાજુમાંથી પસાર થતી કેનાલ ની બંને તરફ રેલિંગ કરવામાં આવી નથી. આ વિસ્તારમાં સ્કૂલ આવી છે અને રોજ અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે જેમાંથી અનેકા લોકો રોંગ સહિત પણ આવે છે. આવા સમયે કેનાલ ની બાજુમાં રેલિંગ ન હોવાથી વાહ જરા સરખી ભૂલ કરે તો સીધો કેનાલમાં ખાબકી શકે છે અમે કોઈનો જીવ જવાની પણ શક્યતા નકારી શકાતી નથી.  જેના કારણે તેનાલી આસપાસ રેલિંગ તાત્કાલિક બનાવવા માટેની માંગણી થઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *