Surat:પચ્ચીસ ટકા રોકીને માથાભારે તત્વો દબાણ કરે છે

Share:

Surat,તા.03

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતમાં રોજ નવા દબાણના સ્પોટ નો ઉમેરો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં તો માથાભારે દબાણ કરનારાઓ પચ્ચીસ ટકા જેટલો રોડ પર દબાણ કરે છે જ્યારે કેટલાક ગ્રાહકો પણ કાર બાઈક રસ્તા પર જ ઉભી રાખીને ખરીદી કરી રહ્યા છે. જેને કારણે અડધા રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જેથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. 

સુરત પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષના ઘર અને ઓફિસ ની બંને તરફ એક દોઢ કિલો મીટર વિસ્તારમાં ભારે દબાણ થઈ રહ્યા છે. પાલનપુર કેનાલ થી એલપી સવાણી સ્કુલની વચ્ચેના રોડ પર માથાભારે દબાણ કરનારાઓ રોડની બંને તરફ દબાણ કરે છે. જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે.

આ દબાણો દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ અંગેની ફરિયાદ બાદ દબાણ ઘટવાને કારણે સતત વધી રહ્યા છે. કેનાલ ની બાજુમાં તો પોલીસ વાહન ચાલકોને દંડ ફટકારે છે પરંતુ રસ્તા પર દબાણ કરીને ઊભા રહેતા દબાણ કરનારા કે વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

જેના કારણે દબાણની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પાલિકાની આરોગ્ય સમિતિને અધ્યક્ષ ની દબાણ હટાવવાની ફરિયાદ બાદ પણ દબાણ દૂર થતા નથી તો પછી સામાન્ય માણસની ફરિયાદની શું હાલ થતા હશે તેની કલ્પના જ કરવી રહી. 

સુરત પાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીના કારણે અહીં દબાણના સતત નવા સ્પોટ બની રહ્યા છે.  પાલિકા અને પોલીસ આ ઉગતા દબાણ દૂર નહીં કરે તો પાલનપુર શાકમાર્કેટ જેવી ગંભીર સમસ્યા આગામી દિવસોમાં ઊભી થાય તેવી શક્યતા ન કરી શકાતી નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *