Surat ના સ્ટાર બજાર અને કબૂતર સર્કલ મેટ્રો સ્ટેશન પર આવાસ બનાવવા પ્રેઝન્ટેશન

Share:

Surat,તા.30

સુરત શહેરમાં સાકાર થઈ રહેલી મેટ્રો પ્રોજેક્ટના કેટલાક બસ સ્ટેન્ડ નીચે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે વિચારણા થઈ રહી છે. ગત ડિસેમ્બર માસમાં સંકલન બેઠક થઈ હતી. તેમાં આ માટેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, તે સમયે આવાસ લાભાર્થીઓ માટે પાર્કિંગ, કોમન પ્લોટ કે અન્ય સુવિધા માટે કોઈ જોગવાઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ગઈકાલે મુંબઈના આર્કીટેક્ટ દ્વારા સુરતમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. તેમાં સુરતના બે મેટ્રો સ્ટેશન પર આવાસ બનાવવા તથા પાલિકા પાસે પાર્કિંગ તથા અન્ય જગ્યાની માંગણી કરવા માટે સૂચવવામાં આવ્યું હતું.

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરી દરમિયાન અનેક વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે. આવામાં ડિસેમ્બર મહિનાની મેટ્રો સાથે સંકલન બેઠકમાં સુરતના બે મેટ્રો સ્ટેશન પર આવાસ બનાવવા માટે વિચારણા કરવામા આવી હતી. દરમિયાન ગઈકાલે મુંબઈના આર્કીટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર દ્વારા સુરત શહેરમાં કેબલ બ્રીજના અડાજણ છેડે આવેલા સ્ટાર બજારની બાજુમા આવેલા મેટ્રો સ્ટેશન તથા કબૂતર સર્કલ ખાતે આવેલા મેટ્રો સ્ટેશન પર આવાસ બની શકે તેવા પ્રકારનું પ્રેઝન્ટેશન પાલિકા સમક્ષ કર્યું હતું. આ આવાસ લાભાર્થીઓ માટે મેટ્રો સ્ટેશન નજીક પાલિકા પાર્કિંગ માટે જગ્યા ફાળવે તો પ્રોજેક્ટ સાકાર થઈ શકે તેવું પણ કહેવાયું હતું. 

પાલિકા હાલમાં આવાસ બનાવે છે તે 36 સ્કકેવર મીટરના બદલે 40 સ્કેવર મીટરમાં આવાસ બનશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત હાલમાં જે આવાસ તૈયાર થઈ રહ્યાં છે તેના કરતાં આ યુનિટનો ભાવ ઘણો વધી શકે છે. જોકે, આ આવાસની કિંમત ઘણી વધી શકે છે પરંતુ આ આવાસ કોણ બનાવશે તે અંગે કોઈ ફોડ પડાયો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *