સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરાયો હતો, તમારા છૂટાછેડાને માન્યતા મળેલી નથી
New Delhi, તા.૩૧
સુપ્રીમ કોર્ટે ‘ટ્રિપલ તલાક’ના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ચીજ જસ્ટિસ સંજીવ ખન્નાએ બુધવારે આવા કેસમાં પુરુષો સામે કરાયેલી એફઆઇઆર અને ચાર્જશીટની સંખ્યા અંગે જાણકારી માંગી હતી. કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકના કાયદાને ખતમ કરવાના નિર્ણયને પડકારતી ૧૨ અરજીઓ પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર અને અન્ય પક્ષોને ડેટા સુપરત કરવા જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકના મુદ્દે કેન્દ્ર પાસે ૨૦૧૯ના મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ મેરેજ રાઇટ) એક્ટના ઉલ્લંઘનના વિવિધ મામલાની જાણકારી માંગી છે. કેસની નિયમિત સુનાવણી ૧૭ માર્ચથી થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેસમાં કેન્દ્ર સરકાર વતી જણાવ્યું હતું કે, “ડેટાની મદદથી જાણી શકાશે કે આ પ્રથા હજુ ચાલુ છે અને શું મહિલાઓ નવા કાયદાનો લાભ લઈ રહી છે કે નહીં.” બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓફ મેરેજ) એક્ટ ૨૦૧૯ની કલમ ૩ અને ૪ હેઠળ પેન્ડિંગ ચાર્જશીટ અને એફઆઇઆરની કુલ સંખ્યા આપવાની રહેશે. પક્ષકારોએ પણ તેમની દલીલની તરફેણમાં વધુમાં વધુ ત્રણ પાનાંની વિગત આપવી પડશે.”સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરાયો હતો. તમારા છૂટાછેડાને માન્યતા મળેલી નથી ત્યારે હવે મુદ્દે ત્રણ વાર તલાક બોલવાને અપરાધ જાહેર કરવાનો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, “કોઇ સમાજમાં આવી પ્રથા નથી.” બેન્ચે જણાવ્યુ હતું કે, “અરજદારો ટ્રિપલ તલાકને તાત્કાલિક કાયદેસર બનાવવાની માંગ કરતા નથી, પણ તેને અપરાધ જાહેર કરવાનો વિરોધ કરી રહ્યા છે.” મહેતાએ જણાવ્યું હતું કે, “કોઇ પણ સભ્ય સમાજમાં આવી પરંપરા નથી. કાયદામાં આ અપરાધની સજા ત્રણ વર્ષ છે, જે મહિલા અધિકારોનું રક્ષણ કરતા અન્ય કાયદાની તુલનામાં ઓછી છે.”