પ્ર.નગર પોલીસે સબ રજીસ્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, અભિલેખાગારનો કર્મચારી, વકીલ સહિત ચાર સામે ગુનો નોંધાયો ‘તો:
Rajkot
રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી, ઠગાઈ કરી, કચેરીમાં ગેરકાયદે પ્રવેશ કરી, દસ્તાવેજના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી, ફાડી નાખી પુરાવાનો નાશ કરી અને સરકારી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા દસ્તાવેજોના સ્કેનીંગ રેકર્ડને ડીલીટ કરી તેની જગ્યાએ ખોટા દસ્તાવેજોને સ્કેનીંગ કરીને ચડાવવાના ગુનામાં આરોપી એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટએ મનાઈ હુકમ ફરમાવેલો છે. વધુ વિગત મુજબ રાજકોટ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અતુલભાઈ મધુભાઈ દેસાઈએ તા. ૧૧/૧૨/૨૦૨૪ન રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ચાવડાનાઓએ તા. ૨૩/૦૨/૨૦૨૩ થી તા. ૧૮/૦૫/૨૦૨૪ સુધીમાં ૧૭ ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરી કચેરીના કોમ્પપ્યુટરમાં રહેલા હસ્ત લેખિત દસ્તાવેજના સ્કેનિંગ રેકર્ડમાં ચડાવી મિલકત એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી સબ-રજીસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજી રેકર્ડનો નાશ કરી નવો દસ્તાવેજ બનાવી મૂળ દસ્તાવેજની જગ્યાએ ફેર બદલ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈ.પી.સી. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૪૪૭, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ તા. ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ મામલતદારશ્રી, પશ્ચિમના ઈ-ધરામા ફાઈલમા તા. ૨૨/૧૦/૨૦૨૪ નું પ્રકરણ મોજે ગામ રૈયાના સર્વે નં. ૨૭૭/૧ ના પ્લોટ નં. ૪૨ ના ગામ નમુના નં. ૨ માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ્દ કરવાના કામે અરજી મળેલી હતી જેમાં અસલ દસ્તાવેજ નં. ૧૩૦૫/૧૯૭૨ ની ખરાઈ કરવા જણાવેલ જે અંતર્ગત કચેરીના કોમ્પ્યુટરમાં સ્કેનીંગ થયેલ હસ્ત લેખિત રેકર્ડમાંથી ખરાઈ કરતા સાથે આવેલ દસ્તાવેજોની નકલ સરખાવતા, બન્ને દસ્તાવેજમાં વિસંગતતા ધ્યાનમાં આવેલ અને
પ્રે.નગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. એડવોકેટ કિશન ચાવડાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજુર થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે પણ નામંજુર થઈ હતી.બાદ એડવોકેટ કિશન ચાવડાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીનો રોલ, દસ્તાવેજી પુરાવાઓ વિગેરેની હકીકતો ધ્યાનમાં રાખી આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપેલ છે અને વધુ સુનાવણી તા. ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ રાખેલ છે તે દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં હાજર રહી સાથ-સહકાર આપવાની શરત મુકેલ છે. એડવોકેટ કિશન ચાવડા વતી સુપ્રીમ કોર્ટના સીનીયર કાઉન્સિલ પુર્વીશભાઈ મલ્કાણ , રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ (મો. ૯૯૦૪૦ ૮૬૪૨૯) ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ , આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા તથા સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.