New Delhi,તા.5
જીલ્લા અદાલતોમાં જજોની અછત પર સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યકિત કરી છે અને કારણે પોક્સોના કેસોની સુનાવણીમાં મોડુ થઈ રહ્યું છે. બાળકો સામેનાં અપરાધના કેસોમાં પોક્સો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું કે, વિશેષ પોક્સો અદાલતોની રચના તો કરવામાં આવી છે.પરંતુ જજોની અછતના કારણે ઘણા કેસો પેન્ડીંગ થઈ ગયા છે.
જસ્ટીસ બેલા એમ.ત્રિવેદી અને જસ્ટીસ પી.બી.વરાલેની બેન્ચે જાણકારી લેતા પોક્સો એકટ અંતર્ગત ન્યાય પ્રક્રિયામાં પ્રેકટીકલ ખામીઓ પર વિચાર કર્યો હતો.આ મામલે રાજયો પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
જસ્ટીસ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે પોક્સો અદાલતે અને વિશેષ સરકારી વકીલ મોજુદ છે અને તેની સાથે જોડાયેલા વ્યકિતઓની તાલીમ પણ ચાલુ છે. જોકે જજોની ભારે અછતના કારણે કેસોનો નિકાલ નથી થઈ રહ્યો.
અમારી પાસે જજ નથી અમે જજ કયાંથી લાવીએ.દરેક અદાલતો બોજ હેઠળ છે. જજોના પદ ખાલી છે. કોઈ તેની તૈયારી નથી કરતુ. સુપ્રિમ કોર્ટે 25 માર્ચ સુધી મામલાને ટાળ્યો છે.