Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»શિક્ષણ»Education ક્ષેત્રે સુપરપાવર chinaનો સપાટો
    શિક્ષણ

    Education ક્ષેત્રે સુપરપાવર chinaનો સપાટો

    snsnews2024@gmail.comBy [email protected]January 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આર્થિક, વ્યાપારી, સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રે ચીને હરણફાળ ભરીને દુનિયાના વિકસિત તેમજ વિકાસશીલ દેશોને ક્યાંય પાછળ રાખી દીધા છે એ જાણીતી વાત છે. સહેજ ઓછી વાત એ કે હરીફ દેશોને ઓવરટેક કરી ગયેલું ચીન હવે શિક્ષણની બાબતે પણ નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. એક તાજા સમાચાર મુજબ ચીનના શિક્ષણખાતાએ થોડા દિવસ પહેલાં દેશની પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આણતો દસેક મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને દેશવ્યાપી ધોરણે રાતોરાત તેને અમલમાં પણ મૂકી દીધો. આ કાર્યક્રમ મુજબ ચીનની સરકારી કે ખાનગી સ્કૂલોએ હવેથી ૧ થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવાનું નથી. હોમવર્કની અવેજીમાં દરેક સ્કૂલે વાલીઓના સહયોગમાં વિદ્યાર્થીઓને વિવિધ મ્યૂઝિઅમ્સની, ફેક્ટરીની, એરપોર્ટની, રેલવે સ્ટેશનની તેમજ લાઇબ્રેરીની મુલાકાત કરાવવાની રહેશે. મુલાકાત દરમ્યાન જોયેલી-જાણેલી ચીજવસ્તુઓનું તેમજ જાતઅનુભવોનું વિવરણ વિદ્યાર્થીએ ત્યાર બાદ પોતાની ભાષામાં સ્કૂલશિક્ષક સમક્ષ લેખિત યા મૌખિક સ્વરૂપે રજૂ કરવું રહ્યું.શૈક્ષણિક સુધારણા કાર્યક્રમના બીજા મુદ્દા મુજબ ચીનની સ્કૂલોએ પ્રાઇમરીના વિદ્યાર્થીઓની અઠવાડિક તેમજ માસિક પરીક્ષાની સંખ્યામાં ઘટાડો કરી દેવાનો છે, જ્યારે ત્રીજો મુદ્દો પરીક્ષાનું ૧૦૦ માર્ક્સવાળું પરંપરાગત માળખું બદલવાનો છે. હવે નવી પ્રણાલિ મુજબ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાને બદલે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન ચાર પૈકી એકાદ ગ્રેડ વડે કરવાનું છે. આમ કરવા પાછળનું કારણ ઓછા ગુણ પ્રાપ્ત કરી હતોત્સાહ થનાર તેમજ ભણતરથી વિમુખ થનાર વિદ્યાર્થીનો મોરાલ જાળવી રાખવાનો છે–અને જળવાય તે માત્ર જરૂરી નહિ, અનિવાર્ય છે. ચીનના શિક્ષણખાતાના ફરમાન અનુસાર સ્કૂલ ટાઇમ દરમ્યાન વિદ્યાર્થીઓ રમતગમતની તેમજ ‘જાતે બનાવો’ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મિનિમમ ૧ કલાક વ્યસ્ત રહે તેની કાળજી ચીનની દરેક સ્કૂલે હવેથી લેવાની રહેશે. વિદ્યાર્થીના શારીરિક તેમજ માનસિક વિકાસ અંગેનો રિપોર્ટ પણ સ્કૂલોએ તૈયાર કરવો પડશે, જેનું શિક્ષણ ખાતાના અધિકારીઓ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સ્કૂલટાઇમ પછી બાળકોને ટ્યૂશન ક્લાસમાં મૂકનાર વાલીઓ સામે તેમજ ટ્યૂશન ક્લાસ સામે ચીનના શિક્ષણખાતાએ કડક કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.ચીનની સ્કૂલ, જ્યાં બાળકોને ટેબ્લેટ કમ્પ્યૂટર વડે ઇન્ટરએક્ટીવ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આજે ચીનમાં આવી શાળાઓનો તોટો નથી.આ બધા તેમજ આના જેવા અનેક સુધારા ચીને તેના ફર્સ્ટ ક્લાસ એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ધોરણે સ્કૂલ-કોલેજમાં દર થોડા વખતે આણ્યા છે. આ ભગીરથ કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ કરાયો એ પહેલાં ચીનનું શિક્ષણતંત્ર ખાડે ગયેલું હતું. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનાં તેમજ સાદા સરવાળા-બાદબાકી કરવાનાં ફાંફાં હતાં. ટૂંકમાં, નવી પેઢી દેશના વિકાસની ધરોહર બને તેવી સંભાવનાઓ પાંખી હતી. એકવીસમી સદીના સુપરપાવર બનવા માગતા ચીને છેવટે શિક્ષણવ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું અને ફર્સ્ટ ક્લાસ એજ્યુકેશન નામનો માસ્ટરપ્લાન ઘડી કાઢ્યો. વખત જતાં દેશનું ઘડતર કરનાર ખુદ નવી પેઢીના ઘડતરનો કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ થયો અને સરકારી કાગળિયાં પૂરતો સીમિત રહેવાને બદલે પ્રેક્ટિકલ અમલીકરણ પામ્યો. નવી પેઢીને સ્કૂલ-કોલેજમાં કેવળ પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમને ઇતર વાંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ વડે કેળવવાની જવાબદારી સરકારે પોતાના શિરે લીધી ત્યાર પછી ચીની બાળકોમાં સમજશક્તિ તેમજ તર્કશક્તિ ખીલવા લાગી. થોટ પ્રોસેસ ટોપ ગિઅરમાં આવી અને વાંચન પ્રત્યેનો અભિગમ કેળવાયો. આનો પુરાવો એ વાતે મળે કે પંદર વર્ષની વયના વિદ્યાર્થીઓનું ગણિત, વિજ્ઞાન તેમજ વાંચનકૌશલ ચકાસતી આંતરરાષ્ટ્રીય કસોટીમાં ચીની વિદ્યાર્થીઓએ ૨૦૦૯ની સાલમાં મેદાન મારી બતાવ્યુંહતું. આ ટેસ્ટમાં કુલ ૭૪ દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચીનનો ક્રમ સૌથી મોખરે રહ્યો. ભારતનો નંબર ૭૩મો હતો. સુપરપાવર બનવાની રેસમાં ચીન આપણા કરતાં કેમ આગળ નીકળી ગયું તે સમજાવવું પડે ખરું ? દેશનું ભવિષ્ય નવી પેઢી છે અને તે બૌધિક રીતે ખીલે એ માટે શિક્ષણરૂપી ‘બોધીવૃક્ષ’નાં મૂળિયાં મજબૂત બનાવવાં જોઇએ. ચીન તે કામ ફર્સ્ટ ક્લાસ એજ્યુકેશન કાર્યક્રમ વડે કરી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાનાં મૂળિયાં જ ચાવી ગયેલા આપણા રાજકારણીઓ ચીનના એ પગલાનું અનુકરણ કરે તોય ભયોભયો !

    Education
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    [email protected]
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    શિક્ષકોને નોકરીમાં રહેવા અથવા પ્રોમોશન માટે TET ફરજિયાત : Supreme Court

    September 2, 2025
    રાષ્ટ્રીય

    દર 3 માંથી 1 વિદ્યાર્થી School ઉપરાંત ખાનગી ટયુશનમાં જાય છે

    August 28, 2025
    રાષ્ટ્રીય

    NCERT ના પાઠ્યપુસ્તકમાં ધો.3થી 8ના વિદ્યાર્થીઓ ‘ઓપરેશન સિંદૂર’ના પાઠ ભણશે

    August 20, 2025
    શિક્ષણ

    શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 9 માટે ઓપન બુક એસેસમેન્ટ (OBA)ને મંજુરી આપી દીધી છે

    August 19, 2025
    રાષ્ટ્રીય

    છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE

    August 7, 2025
    ગુજરાત

    યુવાવર્ગની ભરતી થતી નથી અને નિવૃતોની ભરતી સામે ઉહાપોહ થતા નિર્ણય પાછો ખેંચાયો

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.