Mumbai,તા.16
સુનીલ શેટ્ટી અને તેના જમાઈ ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલે સાથે મળીને થાણે-વેસ્ટમાં 9.85 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે અને આ ટ્રાન્ઝેક્શન માર્ચ મહિનામાં રજિસ્ટર્ડ થયું હતું.
ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR) પાસે રહેલા દસ્તાવેજની વિગતો અનુસાર, આ જમીન ઘોડબંદર રોડ પર બહુ ઝડપથી વિકસી રહેલા અને આનંદનગર-કાસારવડવલી વચ્ચેના ઓવળા વિસ્તારમાં છે.
આ વિસ્તાર ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વચ્ચે કનેક્ટિવિટી જાળવી રાખવામાં લિન્કનું કામ કરે છે તેમજ અહીંથી થાણે, મુંબઈ અને વેસ્ટર્ન સબર્બ્સ સુધી સહેલાઈથી જઈ શકાય છે.
આ જમીનનું રજિસ્ટ્રેશન કરવા માટે 68.96 લાખ રૂપિયા સ્ટેમ્પ-ડ્યુટીના અને 30,000 રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવવામાં આવ્યા હતા.