Upleta,તા.01
ઉપલેટામાં મહાશિવરાત્રિનાં પર્વે માથાભારે વિધર્મી શખ્સે મુખ્ય ગણાતા બાવલા ચોકમાં જ છરી કાઢીને આતંક મચાવ્યો હતો અને વેપારીઓ તથા રાહદારી મહિલા પુરૂષોને બેફામ ગાળો ભાંડી હતી. જેના વિરોધમાં હિન્દુ સંગઠનોના એલાનના પગલે આજે સવારથી ઉપલેટા રોષભેર સજ્જડ બંધ રહ્યું હતું.જો કે બાદમાં પોલીસે માથાભારે શખ્સને પકડીને જાહેરમાં કાયદાના પાઠ ભણાવતા મામલો થાળે પડયો હતો અને બજારો ખુલી હતી.
ઉપલેટામાં બે દિવસ પહેલા મહાશિવરાત્રિ પર્વે જ બાવલા ચોકમાં બસ સ્ટેન્ડ પાછળ મીંયાણાવાસમાં રહેતા માથાભારે શખ્સ અબુ ઉર્ફે ડાડુ જામ મીયાણાએ રાત્રે જાહેરમાં મહિલા, પુરૂષો, વેપારીઓ વિગેરેને બેફામ ગાળો દઈને છરી સાથે ધમાલ મચાવી હું ઉપલેટાનો બાપ છું એવું કહી ભાગી ગયો હતો.તે બાબતના વિરોધમાં ગઈ કાલે રાત્રે 11 વાગ્યે બાવલાચોકમાં હિંદુ સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. આરોપી સામે જાહેરમાં બિભત્સ ગાળો અને બખેડો કરવાની કલમ સાથે પકડીિં પોલીસે જેલ હવાલે કરેલો હતો, જેથી હિન્દુ સંગઠનો દ્વારા આજે તા. 28નાં શુક્રવારે જયાં સુધી ગુનેગારને પોલીસ બ ાવલા ચોકમાં ન લઈ આવે ત્યાં સુધી ઉપલેટા બંધનું એલાન આપેલું હતું.