Indian stock market માં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક રિલીફ તેજી…!!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન, મેક્સિકો, કેનેડા પર ટેરિફ લાગુ કર્યા બાદ ટેરિફને એક મહિના મુલત્તવી રાખવાનો નિર્ણય લેતાં વૈશ્વિક બજારોમાં સુધારો સાથે ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ સુધારો નોંધાયો હતો. બીજી તરફ યુક્રેન હવે અમેરિકા સાથે મિનરલ્સ ડિલ કરવા તૈયાર હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને રશીયા સાથે પોઝિટીવ વાટાઘાટના નિવેદનની વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પર પોઝિટીવ અસર જોવા મળી હતી.

ચાઈના તેના અર્થતંત્રને અમેરિકી ટેરિફ સામે મજબૂતી આપતાં સ્ટીમ્યુલસ સહિતના અનેક પગલાં લેતાં અને સ્થાનિક સ્તરે પણ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહનો આપવાના અહેવાલ તેમજ ટ્રમ્પનું ભારત પ્રત્યે હજુ આક્રમક વલણ અને કૃષિ સિવાયની તમામ ચીજો પર ભારત શૂન્ય આયાત ડયુટી લાગુ કરે એવો આગ્રહ રાખતાં હજુ અનિશ્ચિતતા છતાં ભારતીય અર્થતંત્રને ટેરિફ વોર સામે મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહ્યાની પોઝિટીવ અસરે ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં આક્રમક ખરીદીએ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડાના પરિણામે ઈક્વિટીસની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો અંદાજે બે વર્ષમાં પહેલી જ વખત ૩%ની અંદર ઊતરી સરકી ગયો છે. વર્તમાન સપ્તાહના પ્રારંભમાં દેશની માર્કેટ કેપ ૩.૭૫ ટ્રિલિયન ડોલર રહી હતી જે ૧૨૬ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક માર્કેટ કેપના ૨.૯૯% જેટલી થવા જાય છે. વાર્ષ ૨૦૨૩ના ૧૯ એપ્રિલ બાદ ભારતનો આ હિસ્સો સૌથી નીચો જોવા મળ્યો હતો. જો કે સપ્તાહના અંતે શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસના સુધારાએ ભારતના હિસ્સામાં વધારો કરાવ્યો છે. વર્ષ ૨૦૨૪ના ૪ ઓગસ્ટના ભારતનો હિસ્સો ૪.૪૦% સાથે ટોચે રહ્યો હતો. આમ ટોચેથી ભારતના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ચીનના શેરબજારો ફરી સક્રિય બનવા લાગતા અને ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી માર્કેટ કેપમાં એક ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨૦૧૮થી સરેરાશ ૨.૯૯% રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરથી એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ ૧૮% જેટલો ઘટી ગયો છે જ્યારે એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેકસ મોટેભાગે યથાવત છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગના તફાવત ઘટી ગયો છે.

ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય ઈક્વિટીસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર એકંદર માર્કેટ કેપ પર જોવા મળી રહી છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી તેમજ ૦૬ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૮૬૩૦.૫૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી તેમજ ૦૬ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૩૪૬૬.૪૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવિ દિશા…

મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે.

શેરોના હાઈ વેલ્યુએશન, ઈઝરાયેલ-હમાસ યુદ્વ, યુક્રેન-રશિયા યુદ્વ, ડિસેમ્બર અંતના ત્રિમાસિક નબળા પરિણામો અને છેલ્લે ટ્રમ્પનું ટેરિફ વોર અને ત્રીજા વિશ્વ યુદ્વના ભય સહિતના આ તમામ પરિબળોએ ભારતીય શેરબજારમાં કરેકશનનો દોર યથાવત્ રહ્યો છે. નિફટી ફ્યુચર સર્વોચ્ચ સપાટીથી અંદાજીત ૧૫.૮૧% અને સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીથી અંદાજીત ૧૪.૮૭% તૂટી ગયા છે. ભારતીય શેરબજાર એક વર્ષ એટલે કે બાવન સપ્તાહની નીચલી સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યું છે ત્યારે ઘણી કંપનીઓમાં ફરી વેલ્યુએશન આકર્ષક બન્યું છે.

ચાઈના અને ભારતના વેલ્યુએશનમાં હવે ખાસ ફરક રહ્યો નથી, એટલે અહીંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની વેચવાલી અટકવાની શકયતા જોવા મળી શકે છે. ઉપરાંત વર્લ્ડ વોરની શકયતા ઝીરો છે. કેમ કે અમેરિકા, યુરોપ સહિત વિશ્વ અત્યારે આર્થિક પડકારો, સમસ્યાઓથી ઘેરાયેલું છે, કોઈ દેશને યુદ્વ પરવડે એવું નથી. જેથી અહીંથી સારા એ ગ્રુપના ફંડામેન્ટલ ધરાવતા અને ડિવિડન્ડ પેઈડ શેરોમાં તબક્કાવાર રોકાણ કરી શકાય. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

ફયુચર રોકાણ

(૧) HCLટેકનોલોજી (૧૫૬૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૫૩૦  ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૫૮૮ થી રૂા.૧૬૦૦  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(ર) ટેક મહિન્દ્ર (૧૪૯૭) : આ સ્ટોક રૂા.૧૪૮૦ નો પ્રથમ અને રૂા.૧૪૬૪ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૫૧૩ થી રૂા.૧૫૨૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

(૩) હેવેલ્સ ઇન્ડિયા (૧૪૬૪) : ૫૦૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૪૩૦  પ્રથમ તેમજ રૂા.૧૪૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  કન્ઝયુમર ઇલેકટ્રોનિક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૪૮૪ થી રૂા.૧૪૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

(૪)કોટક મહિન્દ્ર બેન્ક (૧૯૩૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૯૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૯૦૯ થી રૂા.૧૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૮૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

(પ)સિપ્લા લિમિટેડ (૧૪૬૩) : રૂા.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૪૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૪૪૦ થી રૂા.૧૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૧૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૬)એસબીઆઇ લાઇફ (૧૪૧૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૪૩૪  આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા. ૧૪૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૩૯૭ થી રૂા.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૪૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

(૧)કોલ ઇન્ડિયા (૩૭૪) : A/T+1 ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૪૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૮૮ થી રૂા.૩૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૨)ઇન્ડસ ટાવર્સ (૩૧૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૩૪ થી રૂા.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(૩)મહિન્દ્રા લોજિસ્ટિકસ (૨૪૬) : રૂા.૨૩૨ નો પ્રથમ તેમજ રૂા.૨૧૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૬૭ થી રૂા.૨૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

(૪)ટુરીઝમ ફાઇનાન્સ કોર્પોરેશન (૧૩૮) : ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટયુશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૧૪૮ થી રૂા.૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૩૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

(૫)શિપિંગ કોર્પોરેશન (૧૪૭) : રૂા.૧૩૪ નો પ્રથમ તેમજ રૂા.૧૨૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૬૩ થી રૂા.૧૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૬)એલએન્ડટી ફાઇનાન્સ (૧૩૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૨૭ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૪૭ થી રૂા.૧૫૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

(૭)ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ (૧૧૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૦૮ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૨૮ થી રૂા.૧૩૨ ના સંભવિત ભાવની શકયતા છે…!!

(૮)યુનિયન બેન્ક (૧૧૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પબ્લિક બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૦૨ આસપાસ રોકાણકારે રૂા.૧૧૮ થી રૂા.૧૨૩ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૯૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

(૧)એસજેવીએન લિ. (૮૦) : પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૩ થી રૂા.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

(૨)એસબીએફસી ફાઇનાન્સ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  નોન બેંકિગ ફાઇનાન્સિયલ કંપની સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૯ થી રૂા.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

(૩)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૮૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૩ નો પ્રથમ તેમજ રૂા.૬૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફર્ટિલાઇઝર્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૮ થી રૂા.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪) BCPL રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર (૬૨) : રૂા.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૮ થી રૂા.૭૨  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પર રોકાણકારોનો વિશ્વાસ મજબૂત…!!

ટ્રેક્સનના ડેટા અનુસાર વૈશ્વિક અનિશ્ચિત્તાઓ અને ઈક્વિટી માર્કેટમાં ભારે તોડફોડ વચ્ચે પણ ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પર રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહ્યો છે અને તેના કારણે જ લગભગ રૂ.૧૪,૪૧૮ કરોડનું ભંડોળ એકત્ર થયું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સે ફેબ્રુઆરી ૨૦૨૫માં ૮૩.૨ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૭૫૦ કરોડ રુપિયાના સરેરાશ વેલ્યુએશન સાથે કુલ ૧.૬૫ બિલિયન ડોલર એકત્ર કર્યા છે. ફેબ્રુઆરીના ૧.૬૫ અબજ ડોલર સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૫માં એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં કુલ ભંડોળ એકત્રિકરણ ૨૫.૪ અબજ ડોલર થયું છે. આ ફંડિંગ કુલ ૨૨૦૦ રાઉન્ડમાં ઉભું કરવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી, ૨૦૨૫નો આંકડો જાન્યુઆરી, ૨૦૨૫ના કુલ ફંડ રેસિંગ ૧.૩૮ અબજ ડોલરની સામે ૧૯.૫ ટકાનો વધારો દર્શાવે છે, જોકે વાર્ષિક ધોરણે ફેબ્રુઆરી, ૨૦૨૪ના ૨.૦૬ અબજ ડોલરથી ઓછી રહી હતી. ભારતીય સ્ટાર્ટઅપ્સે ૨૦૨૪ દરમિયાન કુલ ૩૦.૪ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું, જે ૨૦૨૩ના સિક્યોર્ડ ૩૨.૫ અબજ ડોલર કરતાં ૬.૫ ટકાનો ઘટાડો દર્શાવે છે.

દેશની સ્ટાર્ટઅપ રાજધાની ગણાતા બેંગ્લોરમાં એન્ટપ્રોન્યોર્સે ૩૫.૩ કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું છે અને એવરેજ રાઉન્ડ કદ ૨૦ લાખ ડોલરનો હતો. મુંબઈમાં રહેતા ઉદ્યોગ સાહસિકોએ કુલ ૧૦.૨ કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું, પરંતુ સરેરાશ એવરેજ રાઉન્ડ સાઈઝ ૫૦ લાખ ડોલર હતી. ફેબ્રુઆરીમાં ફિનટેક ફર્મ ઓક્સીઝોએ પરંપરાગત દેવા થકી ૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. ત્યારબાદ ઓનલાઈન બીટૂબી પ્લેટફોર્મ ઉડાને ૭.૫ કરોડ ડોલરનો સિરીઝ જી ઇક્વિટી ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યો.

આ સિવાય સ્પોટડ્રાફ્ટ, કેશફ્રી પેમેન્ટ્‌સ, ઝેટા અને જેનીમોડએ પણ ફંડ એકત્ર કર્યું હતુ. ટ્રેક્સનના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૫માં સરેરાશ રાઉન્ડ સાઇઝ ૧૯.૨ કરોડ ડોલર હતું. વર્તમાન બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્ટાર્ટઅપમાં મર્જર અને એક્વિઝિનનના સોદાઓ પણ વધ્યા છે.

ભારતના રિટેલ માર્કેટમાં શાનદાર વૃદ્ધિની…છેલ્લા એક દાયકામાં રિટેલ બજાર વાર્ષિક ધોરણે ૮.૯%ના દરે વધ્યું…!!!ભારતનું રિટેલ માર્કેટ ૨૦૧૪ના રૂ. ૩૫ લાખ કરોડથી વધીને ૨૦૨૪ સુધીમાં ૮૨ લાખ કરોડને આંબી ગયું છે. છેલ્લા એક દાયકામાં રિટેલ બજાર વાર્ષિક ધોરણે ૮.૯ટકાના દરે વધ્યું છે. આ ઝડપી વૃદ્ધિ પાછળ ભારતનો મજબૂત આર્થિક  વિકાસ દર અને ઝડપથી બદલાતા ગ્રાહક વર્તનને મુખ્ય કારણો માનવામાં આવે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગુ્રપ (બીસીજી) અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત’ વિનિંગ ઇન ભારત એન્ડ ઈન્ડિયાઃ ધ રિટેલ કેલિડોસ્કોપ’ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ભારતનું રિટેલ માર્કેટ આગામી ૧૦ વર્ષમાં બમણાથી વધુ વધીને ૨૦૩૪ સુધીમાં રૂ. ૧૯૦ લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ભારતની વૈવિધ્યસભર વસ્તી અને બદલાતા ગ્રાહક વર્તનને અનુરૂપ બનવા સક્ષમ કરતા રિટેલર્સને આ વૃદ્ધિનો મહત્તમ ફાયદો મળશે. ભારતમાં વિવિધ ગ્રાહક જૂથોની જરુરિયાતો અલગ અલગ હોય છે અને એક જ શહેરમાં પણ ગ્રાહકોની પસંદગીઓ અલગ-અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં  રિટેલ કંપનીઓએ આ વિવિધતાને સમજવી પડશે, યોગ્ય તકો ઓળખવી પડશે અને ’નવા ભારત’ અને ’ન્યૂ ઈન્ડિયા’ બંનેમાં પોતાની હાજરી અસરકારક રીતે વધારવા માટે વ્યૂહરચના બનાવવી પડશે. ડિજિટલી કુશળ ઝનરેશન ઝેડ મિલેનિયલ્સ અને ૪૫થી વધુ વય જૂથના ગ્રાહકો સાથે મળીને નવા શોપિંગ સાયકલને આકાર આપી રહ્યાં છે. વધુમાં, મહિલા કાર્યબળની ભાગીદારી વધતી જતી હોવાથી ખરીદીની નવી રીતો વિકસી રહી છે. રિપોર્ટ દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે ઓમ્નિચેનલ સ્ટ્રેટજી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.જોકે, આજે પણ ભારતમાં ૫૮ ટકાથી વધુ ખરીદી સંપૂર્ણપણે ઓફલાઇન થાય છે. આ કારણે રિટેલ કંપનીઓએ ડિજિટલ અને ભૌતિક ફિઝિકલ બંનેનું યોગ્ય મિશ્રણ અપનાવવું પડશે.

ફેબ્રુઆરી માસમાં વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૭%નો ઘટાડો…!!!

ફેબ્રુઆરીમાં દરેક પ્રકારના મળીને વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં ૨૧ લાખની સરખામણીએ વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં કુલ ૧૭ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયાનું સરકારી ડેટા જણાવે છે. અન્ય બજારોની સરખામણીએ ભારતમાં ઓટો લોનના દર હજુ પણ ઊંચા પ્રવર્તી રહ્યા છે.

ઓટો વેચાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૧.૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૧૪ લાખ એકમ પરથી વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં વેચાણ આંક ઘટી ૧૨ લાખ એકમ રહ્યાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ઊતારૂ વાહનોનું વેચાણ ૩.૩૨ લાખ પરથી ૧૬ ટકા જેટલુ ઘટી ૨.૭૭ લાખ રહ્યું છે. પરવડી શકે તેવા વાહનો સંબંધિત ચિંતા તથા નબળી માગ વેચાણમાં ઘટાડા માટે કારણભૂત રહ્યા છે.

ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સના વેચાણમાં ઘટાડાને કારણે વાહનોના એકંદર વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વીજ સંચાલિત વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.વર્તમાન નાણાં વર્ષની જેમ આગામી નાણાં વર્ષમાં પણ વાહનોની વેચાણ વૃદ્ધિ એક અંકમાં રહેવાની ઓટો ઉદ્યોગ ધારણાં રાખી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાંથી નબળી માગ અને ઊંચી કિંમતો ટુ વ્હીલર્સના ઘટાડા માટે કારણભૂત હોવાનું મનાયરહ્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશેઃ IMF

ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. ઈંખઋએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે,નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે. જીડીપી ગ્રોથ ૬.૫ટકા રહી શકે છે.

આ સિવાય જીડીપી ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય. ઈંખઋએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે રાહતભર્યા સમાચાર આપ્યા છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈકોરેપ રિપોર્ટમાં પણ સરકારની શ્રેષ્ઠ નીતિઓ અને ડીબીટી પ્રણાલીના લીધે ભારતમાં માથાદીઠ જીડીપી રૂ.૨.૩૫ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં માથાદીઠ જીડીપી રૂ.૪૦,૦૦૦ વધ્યો છે.

તેમજ જીડીપી ગ્રોથ અંદાજ પણ ચાલુ નાણાંકીય વર્ષમાં ૬.૫ટકા નોંધાવાનો લક્ષ્યાંક આપ્યો છે.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૨ટકા નોંધાયો છે. જો કે,તે અપેક્ષિત ૬.૩ટકાના જીડીપી ગ્રોથ સામે ઓછો છે.

બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૫.૬ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૬.૫ટકા નોંધાવાનો અંદાજ છે. જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ માસમાં વાર્ષિક છ ટકાના દરે ગ્રોથ નોંધાયો છે. મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ધારિત ૨-૬ટકાના સ્તરે સ્થિર રહ્યો છે.

ઈંખઋનું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે. તેમજ લોંગટર્મ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતાં ૨૦૪૭સુધી દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો લક્ષ્ય હાંસલ કરશે.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર પોલીસી શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *