Steel exports 36 લાખ ટન તો આયાત 74 લાખ ટન થઇ

Share:

દેશમાં  લોખંડ-પોલાદ (આયર્ન એન્ડ સ્ટીલ) બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ભારતમાંથી સ્ટીલની નિકાસ થાય છે તેમ સામે દેશમાં દરિયાપારથી સ્ટીલની આયાત પણ કરવામાં આવે છે. હકીકતમાં આપણે જેટલા પ્રમાણમાં સ્ટીલની નિકાસ કરીએ છીએ તેનાથી વધુ પ્રમાણમાં આપણે સ્ટીલની આયાત કરતા થઈ ગયા છીએ એવું લોખંડ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

આના પગલે ભારત માટે સ્ટીલની ટ્રેડ ડેફીસીટ વેપાર ખાદ્ય-જેવી સ્થિતિ સર્જાઈ છે તથા આવી વેપાર ખાધ વધી પાંચ વર્ષની ટોચે પહોંચી છે. વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ નવ  મહિનાના ગાળામાં આવી વેપાર ખાધ વધી રૂ.૩૧ હજાર કરોડની સપાટી પાર કરી રૂ.૩૧૩૫૦ કરોડ સુધી પહોંચી ગઈ હોવાનું સ્ટીલ ઉદ્યોગના તજજ્ઞાોએ જણાવ્યું હતું.

આવી વેપાર ખાધ નાણાં વર્ષના પ્રથમ આ ઠ મહિનામાં રૂ.૨૬૩૯૫થી ૨૬૪૦૦ કરોડ આસપાસ રહી હતી તે નવ મહિનાના ગાળામાં વધુ ઝડપી વધી રૂ.૩૧૩૫૦ કરોડ સુધી પહોંચી જતાં બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

ભારતમાં સ્ટીલની આવી આયાત વિશેષરૂપે ચીન ખાતેથી વધી છે ઉપરાંત તાજેતરમાં એવી વાતો પણ સંભળાઈ  છે કે ચીનના નિકાસકારો  પોતાનું સ્ટીલ એફટીએ-ફ્રી-ટ્રેડ-એગ્રીમેન્ટ (ભારત સાથે) ધરાવતા દેશોમાં નિકાસ કરે છે તથા ત્યારબાદ આ વા એફટીએ દેશોમાંથી આવા સ્ટીલની નિકાસ ભારત તરફ કરી દેવામાં આવે છે જેના પગલે ડયુટી રાહતનો લાભ મેળવી શકાય, એવું બજારના તજજ્ઞાોએ જણાવ્યું હતું.

ખાસ કરીને ચીનથી સ્ટીલની નિકાસ ઈન્ડોનેશિયા તરફ તથા ત્યારબાદ આવા સ્ટીલની ઈન્ડોનેશિયાથી નિકાસ ભારત તરફ કરવામાં આવતી થયાની ચર્ચા બજારમાં સંભળાઈ છે. આયાતી માલોની સપ્લાય વધતાં દેશમાં સ્ટીલ બજારોમાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ખાસ કરીને ફલેટ સ્ટીલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. દરમિયાન, નવ મહિનાના ગાળામાં દેશમાંથી સ્ટીલની નિકાસ આશરે ૩૬  લાખ ટન થઈ છે જેનું મુલ્ય આશરે રૂ.૨૯૮૦૦થી ૨૯૮૫૦ કરોડ આસપાસ રહ્યું છે. આની સામે આ ગાળામાં દેશમાં દરિયાપારથી સ્ટીલની આયાત વધી રૂ.૬૧૧૫૦થી ૬૧૨૦૦ કરોડ આસપાસ નોંધાઈ છે તથા જથ્થાના સંદર્ભમાં આવી આયાત  આશરે ૭૪થી ૭૫ લાખ જેટલી નોંધાઈ છે. આમ સ્ટીલના  સંદર્ભમાં ભારત નેટ ઈમ્પોર્ટર દેશ તરીકે ઉભર્યું છે. ભારતમાં તાજેતરમાં જો કે ચીન તથા વિયેતનામથી સ્ટીલની આયાત ધીમી પડી છે. જ્યારે સામે જાપાન તથા ઈન્ડોનેશિયાથી આવી આયાતમાં ખાસ્સી વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, ભારતમાં ચીન, સાઉથ કોરિયા તથા જાપાન ખાતેથી ફિનિશ્ડ સ્ટીલની આયાત તાજેતરમાં દસ મહિનામાં વધી રેકોર્ડ સપાટીએ પહોંચી છે. સ્ટીલના ઉત્પાદનના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભારત બીજા ક્રમાંકે આવે છે છતાં ભારતમાં આટલા મોટા પ્રમાણમાં સ્ટીલની આયાત થઈ રહી છે એ વાત આશ્ચર્યજનક હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. છેલ્લા દસ મહિનામાં  ભારતમાં ફિનિશ્ડ સ્ટીલની આયાત સાઉથ કોરિયાથી ૧૧થી ૧૨ ટકા વધી આશરે ૨૩થી ૨૪ લાખ ટન થઈ છે.

આ ગાળામાં ચીન ખાતેથી ભારતમાં ફિનિશ્ડ સ્ટીલની આયાત ૩થી ૪ ટકા વધી ૨૩ લાખ ટન આસપાસ થઈ છે. દરમિયાન, જાપાન ખાતેથી  ભારતમાં આવી આયાત આ ગાળામાં  ૮૮થી ૮૯ ટકા વધી આશરે ૧૮ લાખ ટન આસપાસ થઈ છે.

દેશમાં છેલ્લાં દસ મહિનામાં ફિનિશ્ડ સ્ટીલની જે કુલ આયાત થઈ છે એ પૈકી આશરે ૭૮ ટકા આયાત ચીન, સાઉથ કોરિયા તથા જાપાન ખાતેથી થઈ  હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.. ભારતમાં ઈન્ડોનેશિયા ખાતેથી આવી આયાત વધી ત્રણ ગણી થઈ છે. દેશમાં આ ગાળામાં હોટ-રોલ્ડ કોઈલ તથા  સ્ટ્રીપ્સ પ્રકારના સ્ટીલની આયાતમાં વિશેષ વૃદ્ધી થઈ છે. દરમિયાન, દેશમાંથી આ ગાળામાં ફિનિશ્ડ સ્ટીલની નિકાસ નોંધપાત્ર ઘટી સાત વર્ષના તળિયે ઉતરી ગઈ છે. ભારતથી ઈટલી તરફ આવી નિકાસ અડધોઅડધ ઘટી છે. બેલ્જિયમ, નેપાળ તથા સ્પેન તરફ પણ નિકાસમાં પીછેહટ જોવા મળી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *