Gandhinagar,તા.1
સ્ટેટ જી.એસ.ટી.વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની અચાનક જ મોટા પાયે બદલીના ઓર્ડરો કરાયા છે. જેમાં 9 જે.સી, 35-ડી.સી. અને 18-એ.સી. કક્ષાનાં અધિકારીઓનો, સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જે.સી.એચ.એન.જલુને ભાવનગર જે.સી.ડી.એન.યાજ્ઞિકને જૂનાગઢ એમ.એ.કાવટકર-સંયુકત રાજય વેરાકમિશ્નર (અન્વેષણ)ને અમદાવાદ, તેમજ હાલમાં જ કચ્છ-જે.સી.તરીકે મૂકાયેલા એચ.કે.સ્વામીને અમદાવાદ, મુકવામાં આવેલ છે.
જયારે, ડી.સી.કક્ષાએ રાજકોટથી જાગૃતિબેન ઝાલા (અન્વેષણ)ને અમદાવાદ, મૂકાયા છે.તથા એ.આર.ઝનકાંતને ભાવનગરથી રાજકોટ, કે.એન.કેશરીયાને અમદાવાદથી રાજકોટ તેમજ એ.સી.કક્ષાએ જી.આર.સોલંકીને અમદાવાદથી રાજકોટ, એમ.એમ.ડોડીયાને મોરબી થી રાજકોટ, તેમજ સી.એલ પટેલને ગાંધીધામથી રાજકોટ મૂકાયા છે.
નોંધનીય છે કે, એડિશન કમિશનર(અન્વેષણ) નો ચાર્જ એમ.એ.કાવટકર પાસેથી લઇને ઈંછજ ડી.સી.હેરમાને સોંપવામાં આવ્યો સ્ટેટ જીએસટીમાં ડી.સી.હેરમાનું કદ વધ્યું છે.સ્ટેટ જીએસટીમાં અનેક અધિકારીઓની બદલીઓના ઓર્ડર થયા છે, જેસી, ડીસી અને એસીની બદલીઓ થઇ છે. ગત જુલાઇ માસમાં ડીસી અને એસી લેવલના અધિકારીઓને પ્રમોશન અપાયા હતા.
કેટલાકને મનગમતું પોસ્ટિંગ મળી ગયું હતુ, પરંતુ હવે તે અધિકારીઓની પણ બદલીઓ કરી નાખવામાં આવી છે, કેટલાકને સાઇડ લાઇન કરાયા છે. સાથે જ વેરા ભવનમાં ચર્ચાઓ થઇ રહી છે કે આ બદલીઓમાં જ્ઞાતિવાદ દેખાઇ રહ્યો છે.
મહત્વના અન્વેષણ વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપાઇ હોવાની ચર્ચાઓ આ વખતે અન્વેષણ જેવા મહત્વના વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને મુકી દેવામાં આવ્યાં હોવાની વેરા ભવનમાં જ ચર્ચા થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે અનુભવી અધિકારીઓને સાઇડ લાઇન કરીને તેમને અન્ય જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગમાં ઘણા સમયથી એક સિન્ડીકેટ ચાલતી હતી, જે મોબાઇલ સ્કવોર્ડને ક્ધટ્રોલ કરતી હતી અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવતી હતી. અગાઉ કેટલાક અધિકારીઓ સામે પીએમઓ સુધી ભ્રષ્ટાચારની ફરિયાદો પણ થઇ હતી, આ મામલે પણ સરકારે નોંધ લીધી હોવાનું આ બદલીઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.