Rajko,tતા.13
ગુજરાત સહિત દેશભરમાં સેલીબ્રીટીઓથી લઈને આમ આદમીના બનાવટી (ફેક) ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેમની પ્રતિષ્ઠા સાથે ચેડા કરવામાં આવે છે તે રીતે હવે રાજયના મુખ્ય સચીવ શ્રી પંકજ જોષીનું પણ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ થતા જ સાયબર ક્રાઈમ પોલીસ એલર્ટ બની છે.
આ પ્રકારે ફેક આઈડી બનાવનારને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે.શ્રી પંકજ જોષીના આ નકલી ફેસબુક એકાઉન્ટમાંથી લોકો પાસે પૈસા માંગવામાં આવ્યા હતા.
જો કે શ્રી જોષીના ધ્યાનમાં આવી જતા તેઓએ તાત્કાલીક આ એકાઉન્ટ બ્લોક કરાવીને આ પ્રકારે તેના નામે કોઈને પૈસા મળ્યા નહી તે તાકીદ કરી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ આ કૃત્ય કર્યુ છે જે અંગે હવે તપાસ શરૂ થઈ છે.