New Delhi,તા.29
દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ એબી ડીવિલિયર્સ ચાર વર્ષ પછી ક્રિકેટનાં મેદાન પર પાછા ફરવાના છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સસના બીજાં ભાગમાં સાઉથ આફ્રિકા ટીમનાં કેપ્ટન બનશે.
આ ટી-20 ટૂર્નામેન્ટમાં નિવૃત્ત થયેલાં ખેલાડીઓ ભાગ લે છે. એબી ડીવિલિયર્સે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો હતો કારણ કે તે સમયે રમત પ્રત્યેનો મારો જુસ્સો થોડો ઠંડો પડી ગયો હતો.
પરંતુ સમય જતાં વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે મારાં નાના પુત્ર પણ ક્રિકેટ રમે છે જેની સાથે હું ઘણી વાર બગીચામાં રમું છું. આ સમય દરમિયાન, મારી અંદરનો ક્રિકેટ પ્રેમ ફરીથી જાગી ગયો છે.