Jharkhand, તા.૨૦
ઝારખંડના રામગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, ઝારખંડમાં કુંભ સ્નાન કરવા ગયેલા દીકરાએ પોતાની માતાને ઘરમાં કેદ કરી દીધા. દીકરાએ માતાને ઘરમાં ખાવાના નામ પર ખાલી ભાત મૂકીને ગયો હતો.
આખરે ભાત ખતમ થઈ જતાં વૃદ્ધ સંજૂ દેવી લાચાર થઈને પ્લાસ્ટિક ખાવા મજબૂર બની. હવે આ મામલો સામે આવ્યા બાદ લોકો પણ ચોંકી ગયા છે. હકીકતમાં જોઈએ તો, પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ સ્નાન માટે એટલી ભીડ લાગી રહી છે કે લોકો પોતાના સંબંધની પણ ચિંતા કરતા નથી. આવી જ એક તસવીર રામગઢ જિલ્લામાંથી સામે આવી છે. અહીં આવેલા સીસીએલ અરગડ્ડાના સુભાષ નગર કોલોનીમાં એક કળિયુગી દીકરાએ પોતાના માતા સંજૂ દેવીને બીમાર અવસ્થામાં ઘરમાં બંધ કરી બહારથી તાળા મારીને કુંભમાં પત્ની, સાસુ, સસરા અને બાળકો સાથે સ્નાન કરવા નીકળી ગયો.
જાણકારી અનુસાર બુધવારે જ્યારે પાડોશીએ સંજૂ દેવીને અંદર રડતા જોયા તો તેમના પરિવારને સૂચના આપી. સંજૂ દેવીની પુત્રી ચાંદની કુમારી ત્યાં આવી પહોંચી અને પોતાની માતાને પાડોશીઓ અને પોલીસની મદદથી સીસીએલ નવી સરાય હોસ્પિટલમાં દાખલ કરી. કહેવાય છે કે સંજૂ દેવીનો દીકરો અખિલેશ કુમાર સીસીએલ અરગડ્ડા વિસ્તારના સિરકામાં નોકરી કરે છે. તેણે પોતાના પિતાની જગ્યાએ સીસીએલમાં નોકરી મેળવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અખિલેશ પોતાની બીમાર માતાને સુભાષ નગર કોલોનીમાં આવેલા ઘરમાં એકલી મૂકીને તાળા મારીને કુંભ મેળામાં સ્નાન કરવા નીકળી ગયો. બીમાર માતાને ઘરમાં ખાવાના નામ પર ખાલી ભાત મૂકીને ગયો હતો.
કહેવાય છે કે જ્યારે ભાત ખતમ થઈ ગયા તો સંજૂ દેવીએ ઘરમાં રહેલા પ્લાસ્ટિક ચાવવાનું શરૂ કરી દીધું. નવી સરાય હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, સંજૂ દેવીની સારવાર ચાલી રહી છે. આ બાજુ રામગઢ એસડીપીઓએ જણાવ્યું કે, મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે, પોલીસે ઘરમાંથી સંજૂ દેવીનું રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. લેખિત ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસડીપીઓ રામેશ્વર પ્રસાદે જણાવ્યું કે, આ પારિવારિક અને સામાજિક નૈતિકતાનો મામલો છે.