Morbi,તા.19
દેશી દારૂ અને કાર સહીત ૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત
માળિયા જામનગર હાઈવે પર માળિયા રેલ્વે ફાટક પાસેથી કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દેશી દારૂ અને કાર સહીત ૩.૮૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે અને કાર ચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો જેથી માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા રેલ્વે ફાટક પાસે આવતા એક ફોર વ્હીલ કાર જોવા મળી હતી જે શંકાસ્પદ લાગતા ચાલકને હાથનો ઈશારો કરી ઉભી રાખવાનું કહેતા કાર ચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો જે રેઢી પડેલ કારમાં તલાશી લેતા દેશી ૮૦,૦૦૦ ની કિમતનો ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી ટીમે દેશી દારૂ ૪૦૦ લીટર અને કાર જીજે ૦૩ એલજી ૦૩૯૨ કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે