Rajkot, તા.22
રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં વાયરમાંથી ધુમાડા નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આશરે સવારે 11.30 વાગ્યા આસપાસ બનાવ બન્યો હતો. એક્સ-રે વિભાગથી ખીચોખીચ ભર્યો હતો. ત્યારે જ બનાવ બનતા લાઈનમાં ઉભેલા દર્દીઓ ભાગ્યા હતા.
અંગે મળેલી વિગત મુજબ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં બધા દર્દીઓ એક્સરે કરાવવા માટે ઉભા હતા ત્યારે અચાનક બહારની લોબીના ભાગમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી પસાર થતાં વીજ વાયરમાં કોઈ કારણોસર ધુમાડા થતા અફરાતફરી મચી ગઈ હતી.
દર્દીઓ અને તેના સગા વહાલાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે થોડી જ મિનિટોમાં ધુમાણા બંધ થઈ ગયા હતા. વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધુમાડા નીકળ્યા હતા. જોકે આ ધુમાડા આગ નું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ હાજર હોસ્પિટલ સ્ટાફે ફાયર સેફટીના સાધનો વડે ધુમાડા ઓલવ્યા હતા.