ટીંગ થાય પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકતા નાસભાગ : લિસ્ટેડ બુટલેગર સહીત સાતની શોધખોળ
14,565 દારૂની બોટલ, ચાર વાહન મળી કુલ રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ કબ્જે
Gadhada,તા.25
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપરમાં દરોડો પાડી વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે જ રૂ. 78.45 લાખની કિંમતની 14,565 શરાબની બોટલ કબજે કરી સાત શખ્સોની શોધખોળ શરૂ કરી છે. એસએમસીએ દારૂ, વાહન મળી કુલ રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સમગ્ર દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદ્દી ડામવા વિવિધ ટીમો પ્રયત્નશીલ હોય દરમ્યાન એસએમસી પીઆઈ એ વી પટેલની ટીમને બાતમી મળી હતી કે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની સીમના ખેતરમાં દારૂનો મોટો જથ્થો રાખી કટીંગ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે એસએમસીની ટીમ રાયપર ગામે દોડી ગઈ હતી. પોલીસની ટીમોને જોઈ બુટલેગર સહિતની ટોળકીમાં નાસભાગ મચી જવા પામી હતી. દરમ્યાન ખેતરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 14,565 દારૂની બોટલ જેની કિંમત રૂ. 78,45,357, ચાર પીકઅપ વાહનો મળી કુલ રૂ. 1,02,45,357 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર વિજય રઘુભાઈ બોરીચા(રહે. રાયપર, ગઢડા,બોટાદ), દારૂનો જથ્થો મોકલનાર કુરસિંહ (રહે બાસવાડા, રાજસ્થાન), અલગ અલગ ચાર પીકઅપ વાહનના ડ્રાઇવર અને માલિક તેમજ દરોડા દરમિયાન નાસી જનાર મજૂરો વિરુદ્ધ ગુનો નોંધી એસ.એમ.સી. ટીમે શોધખોળ શરૂ કરી છે.