skinની કરચલીઓ દૂર કરો

Share:

બાળપણની નિર્દોષતા, કિશોરાવસ્થાની ચંચળતા, યુવાનીના રોમેન્ટિક સપના વય વધતાં ગાયબ થઇ જાય છે. પછી સ્થિર જીવન, વધતી ઉંમર તથા ઓછી  થતી જતી સુંદરતાની ચિંતા શરૂ થાય છે. પ્રત્યેક મનુષ્યના જીવનનો આ પ્રાકૃત્તિક ક્રમ છે. છતાં પ્રત્યેક વ્યક્તિ હંમેશા યુવાન રહેવા ઇચ્છે છે. ત્વચા સુકોમળ અને ગુલાબી રહે તો તેમાં કંઇ ખોટું પણ નથી. આનાથી વધતી વયની ખબર પડતી નથી. તે માટે ત્વચાની  ખાસ સંભાળ રાખવી જરૂરી છે.

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરની બધી  ક્રિયાઓ ધીમી પડતી જાય છે. તેનાથી ત્વચામાં રક્તનો પ્રવાહ ધીમો પડતો જાય છે. ત્વચા સુકાતી જાય છે, નવા કોષોનું  નિર્માણ ઘટી જાય છે. તે કારણે ચહેરા પર કરચલીઓ પડે છે. ખામીયુક્ત જીવનશૈલી, ત્વચાની અયોગ્ય દેખભાળ, ધૂમ્રપાન, પ્રદૂષણ, તણાવ, તડકો વગેરે કારણોસર પણ ત્વચા પર કરચલીઓ પડે છે. તે ઉપરાત  આપણી વર્ષો સુધીની હસવા, બોલવાની કે ચહેરાના હાવ-ભાવની આદતને  કારણે ચહેરા પર કરચલીઓ પડી જાય છે. પરંતુ યાદ રાખો કે, સુંદરતાને ઉંમરનો બાધ  નડતો નથી.  એટલે કોઇપણ વયે સુંદર દેખાવવું જરૂરી છે.

કરચલીઓથી બચવા  ત્વચાની સારી સંભાળ રાખવી જરૂરી છે. ત્વચાની યોગ્ય માવજત,  મોઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ,  નિયમીત ફેશીયલ, હેલ્થી લાઇફ સ્ટાઇલ, નિયમીત કસરત તમને કરચલીઓથી બચાવે છે. આજકાલ  બોટોક્સ, કોસ્મેટીક સર્જરી, ફેસ લિફટીંગ, ફિલર્સ જેવી  અનેક સારવાર દ્વારા પણ ત્વચા યુવાન દેખાતી હોવાનો દાવો તબીબો કરે છે.

જો કે વધતી વયને કારણે થતી કરચલીઓથી છૂટકારો મેળવવા કોઇ સર્જરી કે સારવારની સરૂર નથી. આજાકાલ બજારમાં ઘણા એન્ટિરીંકલ ક્રીમ  ઉપલબ્ધ છે જે ઉંમર વધવાની પ્રક્રિયા સામે લડવામાં મદદ કરે છે તથા કોષોના કુદરતી પુનર્જીવનની પ્રક્રિયા વધારે છે. આના નિયમીત ઉપયોગથી કરચલીઓ ગાયબ થવાની સાથે ચહેરો ખીલી ઉઠે છે.

૨૫ વર્ષથી મોટી ઉંમર થતા બારીક કરચલીઓ પડવા લાગે છે. તેથી ૨૫ વર્ષની વય થયા બાદ એન્ટિરીંકલ ક્રીમનો ઉપયોગ શરૂ કરી દેવાથી  કરચલીઓથી બચી શકાય છે. સવાર-સાંજ બે વખત આ ક્રીમ લગાડવાનું. ક્રીમ લગાડતાં પહેલાં ક્લીનસીંગ મિલ્કથી ચહેરાને સાફ કરી લેવો. એન્ટિરીંકલ  ક્રીમનો ઉપયોગ શરૂ કરી દે તો કરચલીઓથી બચી શકાય છે. સવાર-સાંજ બે વખત આ ક્રીમ લગાડવાનું.  એન્ટિરીંકલ ક્રીમનો મસાજ નીચેથી ઉપરની દિશામાં કરવો જોઇએ.

હવે તો કોસ્મેટીક માર્કેટ  આંતરરાષ્ટ્રીય સરહદો વટાવી ગયું છે. ફેશન ઉદ્યોગમાં દુનિયામાં   અવ્વલ નંબરે ગણાતા પેરિસના સૌંદર્ય ઉત્પાદનો પણ હવે ભારતના મહાનગરોમાં સહેલાઇથી ઉપલબ્ધ થઇ રહ્યાં છે. એટલું જ નહીં  પેરિસની કંપનીઓ ખાસ એશિયન દેશોની ત્વચાને ધ્યાનમાં  લઇને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરવા લાગી છે. આવી જ એક ઉત્પાદક કંપનીની આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ અને ટ્રેઇનીંગ મેનેજર કહે છે કે ભારતના મહાનગરોમાં પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં છે જે ત્વચાને અકાળે વૃધ્ધ બનાવી દે છે. બીજું સૂર્યના તડકામાં રહેલા અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ ત્વચાને ભારે નુકસાન પહોંચાડે છે. ત્વચાને સુંવાળી, ડાઘ રહિત રાખવા અને કરચલી પડવાની પ્રક્રિયાને ધીમી  પાડવા  જુદી જુદી જાતના પ્રસાધનો વાપરવાનો સમય ગયો. હવે છેલ્લી ઢબની શોધ પ્રમાણે કુદરતી તત્વોથી બનેલી ક્રીમના ફક્ત ત્રણથી ચાર ટીપાં પણ ત્વચાને દરેક જાતના નુકસાનથી બચાવી શકે છે.

આ ડે ક્રીમમાં તેલ બિલકુલ નથી, એસ.પી.એફ. ૪૦ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં નુકસાનથી સંપૂર્ણ રક્ષણ આપે છે. કરચલી પડવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. અને તેમાં રહેલું સો ટકા મિનરલ ફિલ્ટર ત્વચાનું પ્રદૂષણથી પણ સૂણ કરે છે. આ ક્રીમ ચહેરા પર એટલું ઓછું લગાવવાનું હોય છે. કે તેને લીધે ચહેરા પર મેક-અપના થપેડા નથી  જામતાં. વળી તે કુદરતી તત્વોથી બનેલું હોવાથી છ મહિનાના બાળકથી લઇને દરેક ઉંમરની વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે, પુરુષો પણ, આંખની  આસપાસના હિસ્સામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે અદ્દશ્ય અને પારદર્શક હોવાથી ચહેરા પર  લગાડેલું હોવા છતાં દેખાતું નથી આમ છતાં  તે ચહેરાના સૌંદર્યને જાળવી રાખે છે.

ત્વચા યુવાન રહે તે માટેની અન્ય ટીપ્સ

તડકાથી બચવું.  સવારે ૧૦ થી સાંજ ૪ વાગ્યા સુધી તાપ હોય છે. એટલે તે સમયે બહાર નીકળો તો સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું જોઇએ. 

ધૂમ્રપાનથી બચવું. વધારે ધૂમ્રપાન કરવાથી ચહેરો અકાળે વૃધ્ધ દેખાવા લાગશે.

પોષક આહાર લેવો તથા નિયમીત વ્યાયામ કરવો.

તેલ  આધારિત તથા સૌમ્ય ક્લીન્સરનો ઉપયોગ કરવો.

તાણ મુક્ત અને ખુશ રહો.

સુંદરતાની કોઇ વય હોતી નથી. થોડી દેખભાળ કરવાથી તમે સદાય યુવાન રહી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *