Morbi,તા.26
અમરનગર ગામની સીમમાં ગાયો અને વાછરડા ચરાવવા માલધારી લઇ ગયા હતા જ્યાં બે માલધારીની છ ગાય-વાછરડા પરાણે હાંકી લઇ જઈને સાત વિધર્મીઓએ ગાય-વાછરડાની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી તાલુકાના અમરનગર (તારાપર) ગામે રહેતા જીવુભા ભગુભા ઝાલાએ આરોપીઓ બિલાલ હનીફ કટિયા, અલારખા કાસમ સુમરા, સાહિલ સિકંદર કટિયા, અબ્દુલ હનીફ કટીયા, અલીમામદ રસુલ જેડા, રફીક મિયાણા અને સુભાન મોવર એમ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત તા. ૨૪ ના રોજ સવારના ફરિયાદી નિત્યક્રમ મુજબ ગામના પાદર આગળ ખુલ્લા ખેતરમાં ત્રણ ગાયો અને એક વાછરડી ચરાવવા લઇ ગયો હતો જ્યાં ગામની અન્ય ગાયો ચરતી હતી બપોરના બે એક વાગ્યે ગાયો પરત ઘરે લાવવા પાદરમાં ગયો ત્યારે ગામના વિશાળ ધારાભાઇ ભુંભરીયા હાજર હતા જ્યાં ચાર ઈસમો ચરતી કુલ ગાય ત્રણ અને એક વાછરડું તેમજ વિશાલભાઈની એક ગાય અને વાછરડું સહીત કુલ છ ગાયોને પરાણે હકાવીને જતા હતા જેથી તેને રોકી પૂછતાં કોઈ સરખો જવાબ આપ્યો ના હતો અને ગાયો અમારી છે કહીને ચારમાંથી બે જણાએ છરી કાઢી અને અહીંથી જતા રહો નહીતર મારી નાખશું તેવી ધમકી આપી હતી
જેથી ફરિયાદી જીવુભા અને વિશાલભાઈ બીકને કારણે થોડે દુર જતા રહ્યા વિશાલે તેના ફોનમાંથી ધર્મેન્દ્રસિંહ ઝાલાને ફોન કરી જાણ કરતા ગામના ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ સીરોડીયા અને જગમાલભાઈ અજાણા સહિતના આવી ગયા ત્યારે ચારમાંથી છરી બતાવનાર બે ઈસમો ભાગી ગયા હતા બે ઈસમો હાજર હતા જેને પકડી લીધા હતા જેનું નામ પૂછતાં બિલાલ કટીયા અને અલારખા સુમરા જણાવ્યું હતું બંનેને ગાયો લઇ જવા બાબતે પૂછતાં ગાયો ચોરી કરીને માળિયા લઇ જવાનું જણાવ્યું હતું ભાગી ગયેલ ઈસમો સાહિલ કટીયા અને અબ્દુલ કાટિયા હોવાનું જણાવ્યું હતું ચોરી કરી લઇ જવા માટે અલીમામદ જેડા, રફીક અને સુભાનને ગાયો ચલાવી સોપવાની હતી
આમ ફરિયાદીની ત્રણ ગાય અને એક વાછરદુ કીમત રૂ ૩૫ હજાર અને વિશાળની એક ગાય અને વાછરડી કીમત રૂ ૧૫ હજારની ચોરી કરીને લઇ જતા બિલાલ હનીફ કટીયા અને અલારખા સુમરા, તેની સાથે રહેલ ભાગી ગયેલ સોહિલ કટીયા, અબ્દુલ કટીયાએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી તેમજ ગયો લઇ જવા માટે અલીમામદ જેડા અને ગુંગણ ગામની સીમમાં ઉભેલ રફીક મિયાણા અને સુભાન મોવર વિરુદ્ધ ગાયો ચોરી કરવાની ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે