બર્થડે પાર્ટીમાં સિંગર બન્યો Shubman Gill, DJ પર ઈશાન કિશને કર્યો ડાન્સ

Share:

Mumbai,તા.10

ભારતીય ક્રિકેટ ટીમના વ્હાઈટ બોલ ક્રિકેટનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ રવિવારે 8 સપ્ટેમ્બરે 25 વર્ષનો થઈ ગયો હતો. આ ખાસ દિવસની ગિલે અલગ રીતે જ ઉજવણી કરી હતી. જન્મદિવસ પર ગિલ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દુલીપ ટ્રોફીની મેચ રમી રહ્યો હતો. જો કે આ ખાસ દિવસે ઈન્ડિયા-Aની કેપ્ટનશીપ કરી રહેલા ગીલને ઈન્ડિયા-Bના હાથે 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ તેણે ભારતીય ટીમના કેટલાક સાથી ખેલાડીઓ અને અન્ય મિત્રો સાથે પાર્ટી કરી જતી. આ પાર્ટીના કેટલાક વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં ગિલ કેક કાપતો જોવા મળી રહ્યો છે.

શુભમન ગિલની બર્થડે પાર્ટીમાં કેએલ રાહુલ પણ જોવા મળ્યો હતો. આ સિવાય ભારતીય ક્રિકેટર ઈશાન કિશન કે જે ગિલનો ખાસ મિત્રોમાંનો એક છે. તે પણ પાર્ટીમાં સામેલ થયો હતો. કિશન અને ગિલની જોડી અગાઉ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. આ પાર્ટીમાં બંને જોરશોરથી ડીજેના તાલ સાથે ગાતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કિશન અને કેએલ રાહુલ ઉપરાંત ગીલના અન્ય કેટલાક મિત્રો પણ હાજર હતા.

બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટેની પહેલી મેચ માટે ટીમની જાહેરાત થઇ ચૂકી છે. દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન ન કરવા છતાં પણ ગિલને આ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. ગિલના નેતુત્વ હેઠળ ઇન્ડિયા-A દુલીપ ટ્રોફીમાં પહેલા રાઉન્ડની મેચ હારી ગયું હતું. આ દરમિયાન તેણે એક ઇનિંગમાં 25 રન અને બીજી ઇનિંગમાં 21 રન બનાવ્યા હતા. બીજી તરફ રિષભ પંત લગભગ બે વર્ષ બાદ ફરીથી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે. વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. જ્યારે ઝડપી બોલર યશ દયાલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. જ્યારે વાઈસ કેપ્ટન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સ્થિતિમાં અટકળો લગાવાઈ રહી છે કે, ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જસપ્રિત બુમરાહ પર કામનું ભારણ ઘટાડવા માટે બોર્ડ આ નિર્ણય લઈ શકે છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *