ગોંડલ તાલુકાના ભરૂડી ગામે આવેલી શ્રીકૃષ્ણ એગ્રી પ્રોડક્ટ નામની પેઢી પાસેથી સીંગદાણાની ખરીદ કરેલા માલની ચુકવણી માટે આપેલા રૂપિયા 11.19 લાખનો ચેક રિટર્ન થવાના કેસ ચાલી જતા અદાલતે મોવિયા ગામની શુભદર્શન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ભાવિન સોરઠીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ગોંડલ ના ભરૂડી મુકામે આવેલી શ્રીકૃષ્ણ એગ્રી પ્રોડક્ટ નામની પેઢી પાસેથી મોવિયા ગામની શુભદર્શન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા સીંગદાણાની ખરીદી કરી હતી. તે પેટે બાકી રહેતી રકમ રૂપિયા 11.19 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફર્યો હતો. જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મોખીક દલીલમાં ફરિયાદીએ આરોપીને આપેલ માલના GST સહિતના તમામ પુરાવાઓ રજુ રાખેલ અને સમગ્ર કેસ ચાલી જતા કોર્ટ દ્વારા શુભ દર્શન એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ભાવિનભાઈ દીનેશભાઈ સોરઠીયાને ૧ વર્ષની સાદી કેસની સજા તથા ચેક મુજબની રકમ ૩ માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો અન્યથા વધુ ૪ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં ફરિયાદી ક્રિષ્ના એગ્રી પ્રોડક્ટ્સના ભાગીદાર સંજીવભાઈ કારાવડિયા વતી પી. એમ. શાહ લો ફર્મ ના એડ્વોકેટ પીયષુભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, જયભાઈ મગદાણી, ભાવિનભાઈ ભરડવા તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.
Trending
- ગેંગસ્ટર Anmol Bishnoi અમેરિકાથી ડીપોર્ટ:આજે દિલ્હી પહોંચતા જ પોલીસ પકડશે
- દેશની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027 માં સુરત-વાપી વચ્ચે દોડશે : Railway Minister
- ટ્રાફિક પોલીસની અછત દુર કરવા વચગાળાની વ્યવસ્થા કરવા સરકારને High Court નો આદેશ
- ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!
- Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!
- Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ
- Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા
- Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

