ફરિયાદીને ચેકની રકમનું ડબલ 10 લાખ રૂપિયાનો ડોન ડો ફટકારતો હુકમ
Junagadh,તા.29
વિસાવદર તાલુકાના જાંબુડા ગામના યુવાન પાસેથી મિત્રતાના દાવે ધંધાના વિકાસ માટે લીધેલી રકમ ચૂકવવા આપેલો 10 લાખનો ચેક પર ફરવાનો કેસ ચાલી જતા અદાલતે શ્રીજી લેડીઝ વેરના ધંધાર્થીને બે વર્ષની સજા ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વિસાવદર ખાતે રહેતા અને શ્રીજી લેડીઝ વેર નામે ધંધો કરતા ભરતભાઈ હરિભાઈ સુખડિયાએ પોતાના ધંધાના વિકાસ માટે આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા હતા. પોતાના મિત્ર અને જાંબુડા ગામે રહેતા લગધીરભાઈ વાસુરભાઈ બોરીચા પાસેથી બે માસ માટે હાથ ઊંછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા. જે રકમ લગધીરભાઈ એ માગણી કરતા ભરતભાઈ એ રકમની ચુકવણી માટે પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ પ્રમાણે નોટિસ પાઠવવા છતાં ચેક મુજબની રકમ નહીં ચૂકવતા લગધીરભાઈએ વિસાવદર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ વિસાવદર કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ નિતેશભાઈ દવે એ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના કાયદાની કલમ ૧૩૮ ની વિવિધ જોગવાઈ
તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ ના વિવિધ ચુકાદોઓ ટાંકી ને કાયદાકીય વિસ્તૃત દલીલો કરતા અને મક્કમતા પૂર્વક કેસ લડતા કોર્ટ ના પ્રિન્સિપલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા આરોપી ભરત હરિભાઈ સુખડીયા બે વર્ષની સજા રૂપિયા ૧૦લાખ નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલો છે.