Bhavnagar,તા.23
વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુની શ્રીનગરમાં ચાલતી ‘માનસ-શ્રીનગર’ રામકથા સ્થગિત કરી છે. પૂ.મોરારીબાપુએ શ્રીનગરમાં પાંચ દિવસની કથા કરી હવે પછી ભવિષ્યમાં અધુરા ચાર દિવસની કથા માટે શ્રીનગર જશે.
પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે માનવતા અને સંવેદનાની દ્રષ્ટિએ હું રામકથાને સ્થગિત કરૂ છું. ભવિષ્યમાં ચાર દિવસની કથા માટે હું ફરીને આવીશ. કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓનાં ભયાનક હુમલામાં ભોગ બનેલા પ્રવાસીઓનો મૃત્યુ આંક 28 પર પહોંચતા પૂ.મોરારીબાપુએ સંવેદના દર્શાવી છે.
મૃતક પરિવારને રૂા.5 લાખની સહાયની જાહેરાત કરી છે. મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે. ઘટનાને પૂ.બાપુએ સખ્ત શબ્દોમાં વખોડી છે.