Dhak, તા.૨૬
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બસ સ્ટેશનથી ૧ કિલોમીટરના અંતરે વાડી વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન મહાદેવ મંદિર ફાડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વના વહેલી સવારથી જ શિવભકતોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના નાદથી શિવમંદિર ગુંજી ઉઠયું હતુ.
સવારથી જ શિવભકતોની લાંબી લાઈન લાગી હતી. હર હર મહાદેવ, ઓમ નમોઃ શિવાયના નાદથી ભકતોમાં આનંદ છવાયો હતો. ફાડેશ્વર મહાદેવ મંદિરના મહંત ઘનશ્યામગિરીબાપુ દ્વારા શિવભકતો માટે ચા-પાણી તથા ભાંગની પ્રસાદીનુ વિતરણ કરાયુ હતુ.
તેમજ ઢાંકના અનેક શિવમંદિરો સર્વમાં ડુંગરેશ્વર મહાદેવ, પીપળેશ્વર, ચંદ્ર મોલેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, કરણેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મુજેશ્વર મહાદેવ, સિઘ્ધનાથ મહાદેવ રીસાલકા મહાદેવ સહિત શિવ મંદિરોમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.