Shah Rukh Khanની કિંગ ફિલ્મનું શૂટિંગ ત્રણ મહિના પાછળ ઠેલાઈ ગયું

Share:

સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વાર લાગી, સુહાનાના રોલમાં કોઈ  કચાશ માટે અભિનેતા શાહરુખખાન તૈયાર નહિ

Mumbai, તા.૭

શાહરૂખ ખાન પોતાની પુત્રી સુહાના માટે કિંગ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. તેના રેડ ચિલિઝ બેનર હેઠળ આ ફિલ્મના નિર્માણની તૈયારી થઇ રહી છે. શાહરૂખ પણ પુત્રી સુહાનાને  સપોર્ટ કરવા આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થવાનું હતુ ંજે હવે લંબાઇ ગયું છે અને જૂન મહિનામાં શરૂ કરવામા ંઆવશે.  દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ  સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપી રહ્યો હોવાથી ફિલ્મનું શૂટિંગ લંબાઇ ગયું છે.  શાહરુખ આ ફિલ્મમાં સુહાનાનો રોલ લખવામાં કોઈ કચાશ રહી જાય તેમ ઈચ્છતો નથી. તેથી તેણે કેટલાક ફેરફારો કરાવ્યા હોવાનું મનાય છે.  ફિલ્મનું શૂટિંગ ભારત અને યૂરોપમાં જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૨૬ના અંતમાં મોટા પાયે રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મ કિંગ એક એકશન ડ્રામા છે અને તેમાં દર્શકો માટે મનોરંજનનો ભરપુર મસાલો ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *