New Delhi,તા.22
અમેરિકી કોર્ટમાં ભારતના ટોચના ઉદ્યોગગૃહ ગૌતમ અદાણી સામે શરૂ થયેલી કાનુની કાર્યવાહીમાં હવે ભારતની રેગ્યુલેટરી સિકયોરિટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા પણ ઘરઆંગણે તપાસ કરશે તેની એ મુદા પર તપાસ કરશે કે ગૌતમ અદાણીની કંપનીઓ દ્વારા શેરબજાર સંબંધીત કોઈ માહિતી છુપાવવાનો અપરાધ કર્યો છે કે નહી. આ માટે અદાણી ગ્રીન એનર્જી અંગે તપાસ કરવા સેબીએ મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એકસચેંજને આદેશ આપ્યો છે.
ભારત કે વિદેશમાંથી નાણા મેળવનાર ભારતીય કંપનીઓએ ડિસ્કલોઝરના નિયમો આપવા જરૂરી છે. તેણે તમામ માહિતી સ્ટોક એકસચેંજને આપવાની રહે છે. અમેરિકામાં અદાણી સામે તેના રોકાણકારોના વિશ્વાસ ભંગનો આરોપ મુકાયો છે અને તેમાં ભારતમાં જે લાંચ ઓફર થઈ હતી તે અંગે પણ અમેરિકામાં તપાસ થઈ રહી છે. હવે ઘરઆંગણે ‘સેબી’ પણ આ પ્રકારની તપાસ કરશે. જો કે તે લાંચનો મુદો ચકાસશે કે કેમ તે પ્રશ્ર્ન છે.
અગાઉ હિડનબર્ગ વિવાદ સમયે સેબીએ અદાણી ગ્રુપ સામે તપાસ કરી હતી અને બાદમાં કલીનચીટ આપી હતી તે સમયે સેબીના વડા માધવીપુરી બુચ પણ વિવાદમાં ફસાયા હતા અને તેણે અદાણી ગ્રુપને છાવર્યુ હોવાનો આરોપ મુકયો હતો. જો કે તેમાં પણ સંસદીય સમીતી સમક્ષ માધવીપુરી બુચને હાજર થવા જણાવાયું છે જે હજુ હાજર થયા નથી.