Morbi,તા.06
કાર અને દારૂ સહીત ૨.૮૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક પોલીસે પીછો કરતા સ્કોર્પીઓ કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેતા કારમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ મળી આવતા દારૂ અને કાર સહીત ૨.૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન દેશી દારૂ ભરેલ સ્કોર્પીઓ કાર નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઉભી રાખી ના હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીઓ કારનો પીછો કરી યોથો જે કાર ચાલક જાલીડા ગામની સીમમાં કાર જીજે ૦૩ સીએ ૦૭૪૭ વાળી રેઢી મૂકી નાસી ગયો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૬૫૦ લીટર કીમત રૂ ૧,૩૦,૦૦૦ મળી આવતા કાર અને દારૂ સહીત કુલ રૂ ૨,૮૦,૦૦૦ નો મુદામાલ કબજે લીધો હતો રેડ દરમિયાન કાર ચાલક નાસી જતા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે