Morbi,તા.22
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મનપા તંત્ર દબાણ હટાવો ઝુંબેશ, રખડતા ઢોર પકડવા સહિતની કામગીરી કરી રહી છે પરંતુ હકીકત એ છે કે હજુ પણ શહેરમાં આખલા યુધ્ધના દ્રશ્યો રોકવામાં તંત્રને સફળતા મળી નથી ગત રાત્રીના રવાપર રોડ પર આખલા યુદ્ધ જામ્યું હતું જેથી સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા
મોરબી શહેરના છેવાડાના વિસ્તારો જ નહિ પોશ વિસ્તારો પણ અનેક સમસ્યાઓથી ખદબદી રહી છે રવાપર રોડ પર લીલા લેર નજીક રાત્રીના બે આખલા યુધ્ધે ચડ્યા હતા આખલા યુદ્ધના દ્રશ્યો મોરબીવાસીઓ માટે સામાન્ય બની ગયા છે રાત્રીના આખલા યુધ્ધે ચડી જતા આસપાસના રહીશો, વાહનચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઓદ્યોગિક નગરી મોરબીને રખડતા ઢોર અને આખલા યુધ્ધથી ક્યારે છુટકારો મળશે તેવા સવાલો પણ નગરજનો પૂછી રહ્યા છે